________________
કુન્તીના વિવાહ હસ્તિનાપુરના પાંડુ રાજાની સાથે ધામધૂમથી કર્યા, અને “દમઘોષ”ની સાથે માદ્રીના વિવાહ થયા. ' એક સમય અવધિજ્ઞાની સુપ્રતિષ્ઠ મુનિ શૌરિપુરના ઉદ્યાનમાં આવ્યા, ઉદ્યાનપાલકેએ મુનિના આગમનના સમાચાર મંગલમય જાણુને અન્ધકવૃષ્ણિને આપ્યા, અન્ધકવૃષ્ણિ રાજા મહામુનિરાજને વંદન કરવા માટે ગયા, પિતા અને દાદાને દીક્ષા ગુરૂ સુપ્રતિષ મુનિને રાજાએ નમસ્કાર કર્યો, પ્રદક્ષિણા આપી, યથાસ્થાને બેઠા, ત્યારે સંસારથી મુક્ત કરાવનાર શમ, સંવેગ, નિર્વેદ, વૈરાગ્યરસથી ભરપૂર દેશનાનું શ્રવણ કરી મુનિશ્વરને પૂછયું હે મહારાજ ! મારા બધા પુત્રો લેકોત્તર ગુણોવાળા છે. પરંતુ સૌભાગ્યાદિ ગુણોથી રહિત કેમ છે? મુનિએ અવધિજ્ઞાનનો ઉપયોગ કરી “આનકદુન્દુભિના પૂર્વભવમાં કરેલા કર્મનો વિપાક છે.
જબુદ્વીપના મધ્યભરતમાં ભરત નામે દેશ છે. તેમાં પૃથ્વીના કાનના કુંડલ સદશ નન્દીગ્રામ નામે નગર છે. ત્યાં દારિદ્રથી ભરપુર સેમ નામે એક બ્રાહ્મણ છે. તેને સેમિલા નામે સ્ત્રી હતી, પુણ્યહીનમાં અગ્રગણ્ય એવો નંદીષેણ નામે પુત્ર હતો. નંદીષેણ જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેના પિતા મરી ગયા, જન્મતાની સાથે માતા પણ ... મૃત્યુ પામી. માસીએ તેને પાલન કરવા માંડ્યો, થોડાક સમયે માસી પણ મૃત્યુ પામી, પગથી માથા સુધીના તમામ અવય કદરૂપા હોવાથી કુછીની જેમ તે અત્યન્ત નિંદનીય બન્ય, દુર્ભાગ્યના દોષથી કેઈપણ શુભ લક્ષણ તેને પ્રાપ્ત થયું જ નહોતું.