________________
૧૮૮
કેવલ દુર્ભાગ્યથી ભરપુર નન્દીષેણ સર્વત્ર દેષિત અને - જન સમાજમાં અપ્રિય થઈ પડ્યો હતે, બીજાઓના કાર્યો કરી દ્રવ્યપાર્જન કરતો નંદીષેણ પિતાની આજીવિકા ચલાવવા લાગે, ગદાની સમાન કદરૂપતા ને અતિ ભયંકર દરિદ્રતાથી કંટાળે, ઉદ્વેગ પામેલે, નંદિષણ પરદેશ જવાને માટે તૈયાર થયે, અત્યંત દુઃખી જોઈ તેના મામાએ એક દિવસ તેને બેલા અને કહ્યું કે મારે સાત કન્યાઓ છે. તેમાંથી કઈ પણ એકની સાથે તારું લગ્ન કરાવીશ, તું ચિંતા ન કરીશ, બીજે જવાનો વિચાર પણ છેડી દે, મારા ઘેર તારી ઈચ્છા મુજબ અન્નવસ્ત્રનો - ઉપભેગા કરતે રહેજે.
આ પ્રમાણે સમજાવી “મામા એ નંદીષેણને પિતાના ઘેર રાખે. વિવાહની આશાથી મામાને ઘેર નેકરની સમાન રહેવા લાગ્ય, એક દિવસ તેના મામાએ પિતાની સૌથી હેટી દીકરીને નંદીષેણ સાથે લગ્ન કરવા માટે કહ્યું. પરંતુ તેણીએ સ્પષ્ટ શબ્દોમાં “ના” કહી દીધી. અને નંદીપેણ સાથે મારા લગ્ન કરશે તે હું મારે પ્રાણ ત્યાગ કરીશ, મામાની પુત્રીને આવા શબ્દો સાંભળી નંદીષણ અત્યંત દુખી થશે, ત્યારે મામાએ તેને કહ્યું કે હે નંદીપણ ! તું જરા પણ ચિંતા કરીશ નહી. બાકીની છ પુત્રીમાંથી કોઈ પણ એકની સાથે તારા લગ્ન કરાવી આપીશ, પરંતુ દરેક પુત્રીઓને પૂછવાથી બધી જ પુત્રીઓએ નંદીષણ સાથે લગ્ન કરવાની “ના” કહી. ત્યારે નંદીષેણની આશા