________________
ત્યારબાદ નારદજી અને પર્વત બને વાદવિવાદ કરવા માટે રાજ્ય સભામાં ઉપસ્થિત થયા, સર્વ શાસ્ત્ર પારંગત મહાકુલિન, વસુરાજાને મધ્યસ્થ રાખવામાં આવ્યા, મોટા મેટા વિદ્વાન સભાસદે વિવાદ સાંભળવાને માટે ઉત્સુક બનીને રાજ્ય સભામાં આવ્યા હતા, બધાએ રાજાની પ્રશંસા કરી અને કહ્યું કે આપ ઉત્તમ સત્યવાદી , અવશ્ય સત્યની રક્ષા કરશે, એવી અમને ખાત્રી છે, અને જણાએ પોતપિતાની વાતને સભા સમક્ષ કહી બતાવી, સહ અધ્યાયી હોવાથી રાજાને ગુરૂપઠિત અર્થ કરવાનું જ્યારે કહ્યું ત્યારે રાજાએ પર્વતનો પક્ષ માન્ય રાખી અર્થ કર્યો, વસુરાજાએ બેટી સાક્ષી આપી તેનાથી દેવતાઓએ ક્રોધાયમાન બનીને સ્ફટિક શિલા ભાંગીને ભૂકો કરી નાખી, વસુરાજા ધરતી ઉપર ઢળી પડ્યો, નારદજી તેની નિન્દા કરતાં પોતાના સ્થાનકે ગયા, દેવતાઓથી ભરાયેલે વસુરાજા મરીને નરકગામી બન્યો, નાગરિકોએ ક્રોધમાં આવી પર્વતને નગર બહાર કાઢી મૂક્યો, તો પણ પિતાની વાતને માન્ય કરાવવા માટે સહાયક શોધવા લાગ્યો. ' વસુરાજાને ઐશ્વકી અને કૌરવી નામે બે રાણીઓ હતી અને બૃહદ્વસુ, ચિત્રવસુ, વાસવ, અર્ક, મહાવસુ, વિશ્વાવસુ, રતિ, સૂર્ય, સુવસુ, બૃહદ્રધ્વજ એ દશ પુત્ર હતા, જેમાંથી આઠ પુત્રે વસુરાજાના મૃત્યુ વખતે જ દેવતાઓથી માર્યા ગયા હતા, બાકીના બે પુત્રે ભાગી ગયા હતા, તેમાંથી સુવસુ નાગપુરનો રાજા બન્યો, અને બૃહદુ