________________
૧૮૩
નારદજીએ પણ ક્રોધમાં આવીને કહ્યું કે શબ્દની એ વૃત્તિઓ થઈ શકે છે, એક વૃત્તિ મુખ્ય હોય છે. જ્યારે ખીજી વૃત્તિ ગૌણ હોય છે. તે અહી’આ ગૌણવૃત્તિ લેવી જોઈ એ, એટલે જ અજપદ ધાન્યના અર્થમાં જ અહીં લેવું જોઈ એ, શિષ્યોની સામે પ્રતિષ્ઠા ભંગ ન થાય તે માટે પતે નારદજીની વાતનો સ્વિકાર કર્યો નહી. અને તેણે જિદ્દ કરી, કે ગુરૂજીએ અજપદનો અથ બકરો જ મતાવેલ છે. હે નારદજી ! તમે યુક્તિથી ગુરૂ વાણીનો ભંગ કરી રહ્યા છે, માટે તમેા જરૂરથી નરકગામી બનશેા, અથવા વ્યથ વિવાદ શા માટે કરા છે, રાજાની પાસે જઈ ને તેમની સમક્ષ નિણુ ય કરાવીએ, આપણા બન્નેમાંથી જેનો પરાજય થાય તેની જીભ કાપી લેવી.
આપણે બન્ને વિવાદ કરવાવાળા છીએ, માટે આપણી વચ્ચે માધ્યસ્થી તરીકે વસુરાજા સહઅધ્યાયી હાવાથી ખરાખર છે, નારદજીએ પત પડિતની વાતનો સ્વિકાર કર્યો. વેઢાને જાણવાવાળી ગુરૂપત્નિ ( પતની માતા ) એ પર્યંતને એકાન્તમાં કહ્યું કે પુત્ર ? તે ક્રોધમાં આવી આ શું કર્યું? નારદજીની વાત સત્ય છે. વળી વસુરાજા પણ સત્યવાદી છે. આ પરિસ્થિતિમાં તારા વિજય કેમ થઈ શકે ? પર્વતની માતાએ વિચાર કર્યો કે પુત્રનો પરાજય નિશ્ચિત છે. જીભ કપાશે. માટે તેણી પુત્રના માહથી વસુરાજા પાસે ગઈ. રાજાએ ગુરૂપત્નિનું અપૂ સન્માન કર્યાં. રાજાએ પ્રણામ કર્યાં. તેણીએ આશિર્વાદ આપ્યા, ત્યારે રાજાએ વિનતિ કરી કે આજે મારા પુણ્યાય છે કે ગુરૂતુલ્ય આપનું મને