________________
૧૮૧
કરી, ગુરૂજીએ મનમાં જ નિર્ણય કર્યો કે આ બન્ને નરકગામી છે.
અને બન્નેની ગુરૂજીએ નિન્દા કરી, નારદજીએ એકાન્ત સ્થાનમાં જઇને ગુરૂજીના વચનનું તાત્પ સમજવા માટે ચિંતન કર્યું, કે જ્યાં કાઈપણ દેખાતું ન હોય, ત્યાં જઇને મારો, ગુરૂમહારાજના આદેશનો અમલ થઈ શકતા નથી, એવું કાઈ સ્થાન નથી, કે જ્યાં સિદ્ધના જીવા, લાકપાલ, ખેચરાદિ દેખતા ન હાય, આ તે ગુરૂજીએ મારી બુદ્ધિની પરીક્ષા કરવા માટે જ આવી ચેાજના બનાવી લાગે છે.
આ પ્રમાણે નિશ્ચય કરીને તે પાછે આવ્યે, ગુરૂમહારાજ સમક્ષ પેાતાની ભાવનાઓ પ્રગટ કરી, ગુરૂજીએ તેની ખૂબ જ પ્રશંસા કરી. પરતુ પેાતાનો પુત્ર નરકગામી થશે, તે જાણીને પેાતાને ખૂબ જ વૈરાગ્ય આવ્યા, પેાતાના સ્થાને પતને બેસાડી પેાતે દીક્ષા ગ્રહણ કરી, રાજા અભિચંદ્ર પણ સ’સારથી વૈરાગ્ય પામી વસ્તુને રાજ્યગાદ્દી સુપ્રત કરી ક્ષીરકદ બ તથા રાજા અભિચંદ્રે પ્રવજ્યા ગ્રહણ કરી, જગતમાં વસુ રાજાની સત્યવાદી તરીકે ખ્યાતિ ફેલાઈ ગઈ, મેળવેલી પ્રતિષ્ઠાને સાચવવા માટે અત્યન્ત સાવધાનીપૂર્વક વસુરાજા રહેવા લાગ્યા, એક સમયે એક શિકારી જ*ગલમાં શિકાર કરવા માટે ગયા, તેણે એક મૃગને મારવાને માટે ખાણુ માર્યુ.