________________
કારરૂપ કુડિનપુર નગર વસાવી રાજયપાલન કર્યુંઆ પ્રમાણે તેમના વંશમાં અનેક પ્રતાપી રાજાઓ થયા, અનુકેમે હરિવંશમાં મુકતારત્ન સમાન અભિચન્દ્ર નામે અત્યંત ગુણવંત રાજા થયે, જેઓએ વિધ્યાચલ ભૂમિમાં ચેદિ દેશમાં મુક્તિમતી નગરી વસાવી, તેને “વસુ” નામે બુદ્ધિમાન, ધીમાન્ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ
તેજ નગરમાં ક્ષીરકદમ્બ નામે એક વેદપાઠક બ્રાહ્મણ અધ્યાપન કરાવે છે. અધ્યાપક તરીકે જગપ્રસિદ્ધ છે. તેણે રાજપુત્ર વસુ, નારદ તથા પિતાના પુત્ર પર્વતને યથાવિધિ અભ્યાસ કરાવ્યું, એકદા રાત્રિના વિષે પિતાના ઘરના ઉપરના ભાગમાં સૂતા હતા, તે વખતે આકાશમાર્ગે જતા બે વિદ્યાચારણ મુનિઓ વાત કરતા હતા કે સૂતેલામાંથી બે નરકે જશે, અને એક સ્વર્ગે જશે. જાગ્રતાવસ્થામાં ઉપાધ્યાયે સાંભળી મનમાં વિચાર કર્યો કે મારી પાસે વિઘાભ્યાસ કરીને બે શિખે નરકગામી બનશે? મને ધિક્કાર છે.
પરંતુ મારે જાણી લેવું જોઈએ કે આ ત્રણમાં સ્વર્ગે કોણ જશે અને નરકમાં કેણ જશે. સવારમાં એ ત્રણેને લાખના રસથી ભરેલો લેટને એક એક કુકડો દરેકને આપી કહ્યું કે તમે ખૂબ દૂર એકાંતમાં જ્યાં તમને કઈ જોઈ શકે નહીં ત્યાં જઈને તેને મારી નાખશે. વસુ અને પર્વત એકાંત જંગલમાં કેઈન જોઈ શકે તે જગ્યામાં જઈને કુકડાને મારી નાખ્યા, પાછા આવી ગુરૂજીને વાત