________________
.
૧૮૪
દર્શન થયું. આપ મને આજ્ઞા કરે કે આપનું કેવી રીતે અને કેવા પ્રકારે સ્વાગત્ અને સત્કાર કરૂં.
ગુરૂપત્નિએ કહ્યું કે હે વસુ! તું મને પુત્રમયીની ભિક્ષા આપ, ત્યારે રાજાને આશ્ચર્ય થયું કે પર્વત મારે સહ અધ્યાયી ગુરૂપુત્ર જીવંત હોવા છતાં આવી યાચના કેમ ? ત્યારે ગુરૂપત્નિએ નારદજી અને પર્વતની વાતને સ્પષ્ટ રીતે રાજાને કહી. ત્યારે વસુરાજાએ કહ્યું કે ખોટું કેમ બેલી શકાય? | મારા પ્રાણ ચાલ્યા જાય, મારું રાજ્ય ચાલ્યું જાય, તે પણ હું ખોટું બોલીશ નહી. ખોટું બોલીને મારી જીભને હું કલંકિત નહીં કરું, તેમાં પણ ગુરૂ વાણુને તિરસ્કાર તથા ખોટી સાક્ષી મહાપાપ છે, જ્યારે ગુરૂપત્નિએ નિરાશ બનીને ચાલવા માંડયું ત્યારે વસુરાજાએ વિચાર કર્યો કે ભયંકર કષ્ટનું કારણ છે.
હવે હું શું કરું, એકતે ગુરૂપત્નિનું કહ્યું નહિ કરું તે મારી અપકીર્તિ ફેલાવશે. બીજુ આતંત્રાણ વ્રત છે. મારી પાસેથી ગુરૂપત્નિ નિરાશ બનીને ચાલી જાય તે પણ જુઠું બોલવા કરતાં વધારે દુઃખદાયક છે. આ પ્રમાણે વિચારતે વસુરાજા બોલી ઉઠો કે “આપ ચિન્તા ન કરતા, આપનો મનોરથ પૂર્ણ થશે, મારા ખેટા બોલવાથી આપના પુત્રનું કલ્યાણ થાવ,” તેની વાણીથી આનંદિત બની ગુરૂપત્નિ પિતાના ઘેર પાછી આવી, પિતાના પુત્ર પર્વતને બધી વાત જણાવી.