________________
૧૨૪
પ્રયાણ કર્યું, પ્રતિદિન માળાને વિકસિત અને પિતાની પત્નિ પ્રત્યેનું બહુમાન વધારવા લાગ્યું, રાજાએ બહુ જલદીથી વિરોધી રાજાને પરાજિત કરી પિતાના ખંડીઆ રાજા બનાવ્યા. - ત્યાર બાદ પાછા ફરતી વખતે બાર એજનના વિસ્તારવાળી ટેકા નામની મહાભયંકર અટવીમાં સિન્ચે પડાવ નાખે. રાજાએ માલીને કુલ લાવવા માટે કહ્યું તે વારે માલીએ કહ્યું કે રાજન! બાર એજનની અટવીમાં ક્યાંય પુષ્પો મળતાં નથી, ખીલતાં પણ નથી, ત્યારે રાજાએ નાગવલીના પત્રથી ઈષ્ટ દેવતાની પૂજા કરી, અને પુષ્પ શંગાર કર્યા વિના રાજા સભામંડપમાં આવ્યો, સામન્ત સચિવાદિ પુષ્પમાલા સિવાય આવી રાજાને નમસ્કાર કરી પિતપોતાના સ્થાને બેઠા.
એટલામાં માળાની સુગંધથી સભાખંડ સુગંધિત બનાવતો પાલક પણ આવી પહોંચ્યો, રાજાને ક્રોધ આવ્યો. રાજા તરફથી પુષ્પનું કારણ પૂછવાથી પાલકે કહ્યું કે આ માળા ઉજ્જયિની નગરથી લાવવામાં આવેલી છે. ત્યારે રાજાને ખુબ જ આશ્ચર્ય થયું. પાલકે શરૂથી અંત સુધી તમામ હકીકત કહી સંભળાવી, રાજાએ સુચનાની ખુબ જ પ્રશંસા કરી. પિતાના રાજ્યના આભૂષણ તરીકે સુલેચનાની પ્રશંસા કરી. તેણુની માતાની કુક્ષીને અપ્રતિમ કહી, તેણીને જંગમ તીર્થની પદવી આપી, વિજયપટ તેના ગળામાં પ્રથમ બાંધવાને વિચાર કર્યો, ત્યારબાદ સામન્ત”