________________
૧૭૧
સુરાસુર નરેશ્વરે ત્યાં આવી આશ્ચર્ય ચકિત બનીને બ્રહ્મ-- દત્ત રાજાની પ્રશંસા કરવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે તમારા સિવાય સ્વર્ગ અને મુક્તિની સંપદાઓ કેણ પ્રાપ્ત. કરી શકે ?
- કેમકે ત્રિલેકના નાથ પ્રભુ સ્વયં દાન પાત્ર બન્યા બીજા રાજાઓની લક્ષમી વધ્યા છે. આ પ્રમાણે બ્રહ્મદત્ત રાજાની પ્રશંસા કરીને સર્વે જણ પોતપોતાને સ્થાને ગયા, શ્રી બ્રહ્મદત્ત રાજાએ પણ તીર્થંકર પરમાત્માની ચરણ રેખાથી અંકિત બનેલી પૃથ્વી ઉપર રત્નોથી તીર્થ સમાન પીઠિકા સ્થાપિત કરી, ભગવાન પણ નિર્મમ બનીને પિંજરામાંથી મુક્ત બનેલા પક્ષીની જેમ, ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા, જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં એકેન્દ્રિય વાયુએ (પવને) પણ પ્રતિકુળતા ન બતાવી, તે પછી પંચેન્દ્રિય સિંહાદિ જનાવરોની તો વાત જ શું કરવી, મહા મુશ્કેલીએ. ક્ષય થઈ શકે તેવી કર્મની વેલીઓને તપરૂપ અગ્નિમાં સળગાવતાં થોડાક દિવસોમાં સજજનોથી ગુણવંત તરીકે પૂજાવા લાગ્યા.
પવનોથી મેરૂપર્વતની જેમ ઉપસર્ગ પરિસોથી ન કમ્પાયમાન થાય તેવા, મેહરહિત, ભયરહિત, ક્રમશઃ
પંચેન્દ્રિ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, ભૂતલ ઉપર પ્રત્યેક | દેશ, પ્રત્યેક વનમાં મૌન ધારણ કરીને વિહાર કરવા લાગ્યા, પ્રભુએ છદ્મસ્થાવસ્થામાં અગ્યાર મહીના સુધી વિહાર કરી,