________________
૧૭૫
આવ્યા, રાજાએ અશ્વ ઉપરથી ઉતરીને પ્રભુને પ્રદક્ષિણ દીધી, વંદન કર્યું. વિધિપૂર્વક ધર્મ દેશનાનું શ્રવણ કર્યું, તે વખતે ચિત્રામણમાં ચિત્રેલા ચિત્ર સમાન એક ચિત્તે મનોલ્લાસમાં તરબળ બનેલા રાજાના ઘેડાએ પ્રભુની ધર્મદેશનાનું શ્રવણ કર્યું. તે જ સમયે ગણાધીશ ઈન્દ્ર ગણધરે પૂછ્યું કે હે ભગવન ! આ સમવસરણમાં તેણે ધર્મ પ્રાપ્ત કર્યો.
તે વારે પ્રભુ બોલ્યા કે રાજાના ઘડા સિવાય બીજા કેઈએ ધર્મ પ્રાપ્ત કર્યો નથી, રાજાએ આશ્ચર્યથી પૂછ્યું કે હે ભગવન ! શ્રદ્ધાસંપન્ન, શુદ્ધચિત્ત, આ મારો અશ્વ પૂર્વ ભવમાં કોણ હતો ? જિનેશ્વર ભગવતે કહ્યું કે હે રાજન! તમે એક ચિત્તે સાંભળે, હું તમને તેને પૂર્વ
ભવ કહું છું. - પશ્ચિમ વિદેહમાં પશ્ચિની ખંડ નામે નગરમાં, જિનધર્મ નામે એક શ્રાવક શિરોમણિ રહેતું હતું. તેને શિવમી અને ભદ્રિક પરિણામવાળો સાગરદત્ત નામે એક મિત્ર હતું. તેણે જિનધર્મની સાથે જઈને સાધુના મુખથી સાંભળ્યું કે જે જિનબિંબની રચના કરાવે છે તેને માટે જ્ઞાન દુર્લભ નથી, તેણે સુવર્ણમય જિનબિંબ બનાવીને ચૈત્યમાં પ્રતિષ્ઠાપિત કરાવ્યા, મકર સંક્રાતિના દિવસે નગરની બહાર સાગરદત્તના બનાવેલા શિવમંદિરમાં અને - મિત્રે ગયા, ત્યાં તેને પૂજકથી મૂકવામાં આવેલા ઘીના ઘડાની નીચે અસંખ્ય જીવોને કચડાતા જોઈ દયાથી તેને