________________
ઉચકવા ગ્ય ઈન્દ્રથી તૈયાર કરવામાં આવેલી અપરાજીત શિબિકા ઉપર આરૂઢ બની પૂર્વાભિમૂખ સિંહાસન ઉપર બિરાજમાન પ્રભુ રાજગૃહ નગરનો મધ્યભાગમાંથી સંયમ ગ્રહણ કરવા નીકળ્યા, તે વખતે દેવતાઓએ પ્રભુના મસ્તક ઉપર સફેદ છત્ર ધારણ કર્યું હતું. બે બાજુ ચામર ઢળતા હતા, અપ્સરાઓ માંગલિક ગીત ગાવા લાગી, સુવ્રતાદિ રાજપુરૂષ તથા અશ્રુતાદિ દેવેન્દ્રોએ તેમની પાછળ ચાલવા માંડયું.
આ પ્રમાણે મોટા દેવેન્દ્રોએ તેમની પાછળ ચાલવા માંડયું. આ પ્રમાણે મેટા મહોત્સવ પૂર્વક પ્રભુ નિલગુહા નામના ઉદ્યાનમાં આવ્યા, શિબિકામાંથી ઉતરીને આભૂષણને ઉતારી, ઈન્ડે આપેલા દેવદુષ્યને ખભે મૂક્યું. ફાગણ શુકલ દશમી તીથિને દિવસે ચંદ્રમાને શ્રવણ નક્ષત્ર સાથે સુગ પ્રાપ્ત થયે છતે છઠ્ઠતપથી યુક્ત પ્રભુએ દિવસના પાછલા ભાગમાં પંચમુષ્ટિ લેચ કરીને સિદ્ધાન્ત સાક્ષીએ ચારિત્ર ગ્રહણ કર્યું.
તે વખતે હમેશના દુઃખીઆરા નારકીના જીવને પણ એક ક્ષણને માટે અપૂર્વ સુખને અનુભવ થયે, બીજા દેવ અને મનુષ્યના સુખની તે વાત જ શું કરવી ! તે વખતે પ્રભુને મને દ્રવ્ય પ્રકાશને કરવાવાળું મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુની સાથે સંસાર પર સંવેગ ભાવ આવવાથી એક હજાર રાજાઓએ પ્રવજ્યા ગ્રહણ કરી, પ્રભુની તુતિ અને પ્રણામ કરીને સુવ્રત રાજા પરિવાર સહિત