________________
૧૬૭
આ પ્રમાણે પન્દર હજાર વર્ષ સુધી રાજ્યપૂરા વહન કરી પ્રભુએ પેાતાના જ્ઞાનથી ભાગરૂપલના ઉપભેગ કરવાથી ક સ્થિતિને અત્યન્ત ક્ષીણ માની તે વખતે પ્રકાશમાન ચન્દ્રરૂપ મુખવાલી કાજળઘેરાં શ્યામલ નેત્રવાળી, હંસની ગતિવાળી, હુંસના ધ્વનિથી મનેાહર નક્ષત્ર માલાઓને અલંકારરૂપે ધારણ કરનારી, શંકરજીના અટ્ટહાસ્ય (તાંડવ)ની સમાન સફેદ કાશ પુષ્પને ચામરના રૂપમાં ધારણ કરવાવાળી, શરદઋતુ સુવ્રતરાજાની આરાધના માટે આવી પહોંચી.
અને મુનિસુવ્રતસ્વામીએ સ`સારના તમામ પદાર્થોમાં અનિત્યતાનુ ચિંતન કરવા માંડયુ, અનિત્યતાને કમપિરણામ રૂપ રાજાની દાસી માની, સહુથી પ્રથમ અનિત્યતાના સ્વામી ક પરિણામને હણવાના સંકલ્પ કર્યાં. આ પ્રમાણે વૈરાગ્યવાસિત પ્રભુ મનમાં વ્રત લેવાને વિચાર કરવા લાગ્યા, તે વારે બ્રહ્મલેાકથી પાતપેાતાના વિમાનમાં એસી નવ લેાકાંતિક દેવાએ આવીને પ્રભુને નમસ્કાર કર્યાં, અને કહ્યું કે હે પ્રભુ! આપ ભવાબ્ધિ (સંસાર )ને પાર કરવા માટે તીર્થ (ચતુર્વિધ સ ́ઘ)ની સ્થાપના કરે. આ પ્રમાણે કહીને જેઓના કલ્પ છે તેવા નવે લેાકાંતિક દેવા સ્વસ્થાને ચાલ્યા ગયા. માદ પ્રભુ જેમ વાદળમાંથી જલદ્વારા પડે છે તેમ તેઓએ દાન આપવાની શરૂઆત કરી.
તીર્થંકર પરમાત્માને ગૃહસ્થજીવનમાં એ મેટી ઉપમાઓ હાય છે (૧) મહાભાગી, (૨) મહાદાની, સ’યમને