________________
સુમિત્ર રાજાએ શુભલગ્ન રાજકુમારને સિંહાસન પર સ્થાપિત કર્યા. અનેક પ્રકારના માંગલિક વાદ્યતંતુઓના ધ્વનિ પૂર્વક તીર્થજલથી પરિપૂર્ણ સુવર્ણ કળશ વડે અભિષેક કર્યો, જ્યારે સુંદર વસ્ત્ર તથા આભૂષણોથી તેમને શણગારવામાં આવ્યા, તે વખતે સાક્ષાત્ સુવર્ણ દંડના ધારક પિતૃવેત્રી સમાન દેખાવા લાગ્યા, મેરૂપર્વત ઉપર રૈલોક્ય સામ્રાજ્ય પ્રાપ્તિ રૂપે દેવેએ પ્રથમથી જ જેમના અભિષેક કર્યા હતા છતાં હવે શા માટે અભિષેક થઈ રહ્યાં હશે ? તેમ જાણીને આકાશ દુંદુભિ નાદથી હસવા લાગ્યું. સામ્રાજ્ય પ્રાપ્તિના શુભ અવસરે પ્રભુએ દયામય બની, ક્રીડા પક્ષીરૂપ શત્રુ રાજાઓને કારાગાર રૂ૫ પિંજરામાંથી મૂક્ત કર્યા. ઈન્દ્રની આજ્ઞાથી અનેક પ્રકારના વિશ્વમેને બતાવતી અસરાઓ સવાર-બપોર અને સાંજના પ્રભુની સામે સંગીત કરવા લાગી. - અનેક પ્રકારના ઉત્સવમાં ઘણા દિવસો વ્યતીત થયા બાદ પ્રભુના માતા-પિતાએ વ્રતને ગ્રહણ કર્યું. આયુષ્ય પૂર્ણ કરીને માહેન્દ્ર દેવલોકમાં ગયા. પ્રભુ નિર્મોહી હોવા છતાં પણ માતા-પિતાના વિયેગથી ખેદ પામ્યા. સ્વયં ભવસ્થિતિને જાણવા છતાં પણ પ્રભુએ રાજ્ય કાર્યમાં પિતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રજા પણ પ્રશંસા કરવા ગ્ય હતી કે જે પ્રજા હમેશાં પ્રભુના સ્મરણમાં લીન હતી, પ્રભુના પુણ્યની પણ શું સ્તુતિ કરીયે? જે કે તેઓ સ્વયં પ્રજાની દરેક પ્રવૃત્તિમાં સતત ધ્યાન રાખવાવાળા હતા.