________________
૧૩
મેળાપ થય નહી, ઘણે. સમય થયો હોવા છતાં રાજાએ કેસરને પૂછ્યું કે અશોકના કાંઈપણ સમાચાર નથી. પ્રાયઃ તે પણ પ્રતિજ્ઞાન ભંગ થવાથી અહીં આવી શકો નથી. કેસરે કહ્યું કે દેવ ! આપ મને આજ્ઞા આપે, હું જાઉં છું, રાજાએ પહેલાં કેસરને “ન, જવા માટે ખુબ સમજાવ્યો, પણ કેસરના આગ્રહને વશ બનીને રાજાએ ત્રણ લાખ સોનામહોરે આપી વિદાય કર્યો, તેણે પણ ત્યાં જઈને સુલોચના પાસે વિલાસની માંગણી કરી, તેણીએ કેસરને શિયલનું માહાત્મ્ય બતાવ્યું અને કહ્યું કે શિયલની રક્ષા કરનાર માણસને દેવતાઓ પણ પૂજે છે. અને લેકમાં ઉત્તમ ખ્યાતિને પ્રાપ્ત કરે છે, તેમાં એક સ્ત્રી પુરૂષનું દૃષ્ટાંત છે. - પશ્ચિમ સમુદ્રના કિનારે સુવર્ણ અને લક્ષ્મીની લતાએથી સમૃદ્ધ કચ્છ નામે દેશ છે. તેમાં પરમાનંદને પ્રાપ્ત કરાવનાર આનંદપુર નામે નગર છે. તે નગરમાં ધર્મરૂપી કલ્લાનાં જે “ દુર્ગ” નામે બ્રાહ્મણ હતો, તે પૂર્વાવસ્થામાં વૈભવશાળી હતા, બાદ કર્મ સંગે દરિદ્રિ બની ગયે, તે બ્રાહ્મણ પિતાના સ્થાનને છોડી “ સ્થલ” નામના નાના ગામડામાં ગયે, ત્યાં બ્રાહ્મણે લોકોના મૂખથી મહા પ્રભાવિક તેજસ્વી,સ્થલેશ્વર નામના દેવનું નામ સાંભળ્યું. બ્રાહ્મણ રાજત્વની ભાવનાથી સ્થૂલેશ્વરની સેવા માટે ગયે. પરંતુ દારિદ્રાવસ્થા હોવા છતાં પણ યથાર્થ સેવા કરવાનું વિચાર કરવા લાગ્યું, કે જગતમાં છ દ્રવ્યો હોવા છતાં “કણાદને દ્રવ્યને પ્રથમ સ્થાન વ્યર્થ આપ્યું છે. ત્રિકાલ સ્નાન,