________________
પાસવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નને ઢગલે, નિર્ધમ (ધુમાડા વિનાને અગ્નિ) આ ચૌદ મહાસ્વ શ્રી તીર્થકર જન્મ સૂચન કરનારા છે.
તે સમયે ત્રણે લોકમાં સર્વ જીવોને સુખકારક પ્રકાશ ઉત્પન્ન થયે, રાણુએ જાગીને તરત જ શય્યા છડી રાજા તરફ પિતે જોયેલા સ્વપ્નને કહેવા ગઈ અને રાજા સમક્ષ સ્વપ્નનું નિવેદન કર્યું, રાજા પોતાની બુદ્ધિ પ્રમાણે સ્વપ્નની વ્યાખ્યા કરવા લાગ્યું, તેટલામાં સૂર્ય સમાન તેજસ્વી, કમલ સમાન કાંતિવાળા, ચંદ્રમાની સમાન શિતલ, એવા મુનિશ્વર આકાશથી ઉતરીને મહેલમાં આવ્યા, રાજાએ વંદન, નમસ્કાર કર્યા, સિંહાસન ઉપર બેસાડ્યા, હર્ષિત બનેલા રાજવીએ સ્વપ્નનું ફળ કહેવા માટે મુનિશ્વરને વિનંતિ કરી.
મહામુનિએ ધર્મલાભ આપી કહ્યું કે હે રાજન ! ' તમે બને ( રાજા-રાણી) ત્રણે ભુવનમાં ધન્ય પુરૂમાં અગ્રગય છે, કેમકે રાણીને આવેલા સ્વપ્નથી સૂચિંત થાય છે કે ચૌદ ભુવનમાં, (ચૌદ રાજલકમાં) ઈન્દ્રને પૂજવારોગ્ય, મૈલોક્યના આનંદરૂપ કંદને માટે નવીન મેઘની સમાન વીસમા તીર્થંકર પરમાત્મા આપ બન્નેના પુત્ર થવાના છે. આ પ્રમાણે કહ્યું અને રાજા રાણુ હર્ષિત બન્યા. સ્વપ્નનું ફળ કહી મુનિશ્વર આકાશમાર્ગો ઉડી • ગયા. ઈદ્રના આસન કંપાયમાન થવાથી ઈન્દ્ર પણ આવી ધની વ્યાખ્યા તેજ પ્રમાણે કરી સૂર્યોદય થતાંની
૧૧