________________
૧૫૯
પાસે પ્રવજ્યા ગ્રહણ કરી, તીવ્ર તપસ્યાથી તપતા રાજર્ષિ અનુક્રમે અગ્યાર અંગરૂપ સમુદ્રના પારગામી બન્યા, ગુરૂ મહારાજ દ્વારા બતાવવામાં આવેલા વીસ સ્થાનકનું શ્રવણ કર્યું, રાજર્ષિએ વીસસ્થાનકમાંથી ઘણું એક સ્થાનની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. | શ્રી નન્દન ગુરૂની સાથે ભુમંડલ ઉપર વિહાર કરતા કરતા લક્ષમીના ધામરૂપ લક્ષમીપુર નામના નગરમાં પધાર્યા. અહીંયા પોતાનું એક માસનું આયુષ્ય જાણીને ગુરૂમહારાજ પાસે રાજર્ષિએ આલોચના લીધી, અતિચારની આલોચના કરી, અનશન ગ્રહણ કર્યું. ગુરૂમહારાજની પાસે શ્રદ્ધાપૂર્વક સર્વ જીવોને ખમાવ્યા. પાપસ્થાનકેની નિંદા કરતા. શરીર પ્રત્યેને મેહ છોડી, નમસ્કાર મહામંત્રમાં લીન બન્યા. શુભ ધ્યાન તથા બાર ભાવનાને ભાવતા કાળધર્મ પામીને પ્રાણુત નામના દશમા દેવલોકમાં મહાપ્રભ નામના વિમાનમાં વીસ સાગરેપમના આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા, ત્યાં દેવોથી સેવાતા, શુદ્ધ સમ્યકત્વને ધારણ કરતાં નીચે ભેગને સુખપૂર્વક ઉપભોગ કરતા આયુષ્યને ભોગવી રહ્યા છે.
સંપૂર્ણ ગળાકારે આવેલા જંબુદ્વિીપમાં અનેક વિશિષ્ટ પ્રકારના દેશોથી યુક્ત રાજાસમાન ભરતક્ષેત્ર બિરાજમાન છે. તેમાં યુવરાજપદે મગધ નામે દેશ છે. લક્ષ્મીના વિલાસ ભવન ૩પ તે મગધ દેશના શ્રૃંગારને કારણે સ્વસ્તિક સમાન રાજગૃહ નામે નગર છે. ત્યાં હરિવર્ષરૂપ ઉદયાચલ ઉપર