________________
૧૩૯
કેમક મારું ભોજન, આ મહેલ, વિગેરે તે લક્ષ્મીને પ્રભાવ છે. પણ તે નિશ્ચિતતાથી કહે કે આવી સાક્ષાત્ લક્ષ્મી ક્યાંથી પ્રાપ્ત થઈ? પાલક, કહ્યું કે હે દેવ! જેના શિયલના પ્રભાવથી મારા મસ્તકે રહેલી આ માળા આજે પણ કરમાઈ નથી, અને જેના મહિમાની પ્રશંસા મેં શિબીરમાં કહી હતી, સર્વે સતીઓમાં શ્રેષ્ઠ એવી મારી પ્રાણપ્રિયા સુચના છે, આપ પિતે જ તેને બોલાવી તે. બાબતમાં પૂછે, હું તે બાબતમાં કંઈ જાણતો નથી, રાજાએ પાલકની સામે સુચનાને બોલાવી અને કારણ પૂછયું ત્યારે સુલોચનાએ કહ્યું કે આપ તે મારા પિતા સમાન છે, આપનાથી કોઈ વસ્તુ છૂપાવવાની જરૂર નથી, મારા શિયલના પ્રભાવથી ત્રણ પિશાચેને મેં સાધ્યા છે. તે મારા ઘરમાં રહે છે. અને તેઓ અભિલાષા મુજબ મને ધન આપે છે.
રાજાને નિશ્ચય થયે કે શિયલના પ્રભાવથી જ આ બધું બનેલું છે, અને રાજાના મનને સંદેહ દૂર થયે, રાજાએ મનમાં વિચાર કર્યો કે કામાકુર આદિ ત્રણે જણા. કપટથી ધન લઈને ચાલી ગયા છે, માટે સુચના પાસેથી આ પિશાચો લઈ જઉં કે જેથી મને યથેચ્છ ધન પ્રાપ્તિ થાય, તેમ વિચારીને રાજા બોલ્યા કે હે સુચના! આ ત્રણે પિશાચે મને આપ, કારણ કે તે તેને જેવી રીતે આપે છે તેવી રીતે મને પણ આપે તે મારી ઉપર ઉપકાર કરીને ત્રણે પિશાચે મને આપ, સુચનાએ કહ્યું