________________
સર્ગ ૪. અમમસ્વામિ ચરિત્ર
વત્સદેશમાં અનુપમ શેભાયમાન સૂર્યપુત્રી યમુનાને કિનારે કૌશાંબી નામે અત્યંત રમણીય નગરી છે. ત્યાં સાક્ષાત્ બ્રહ્માસમાન વિદ્યાઓથી યુકત કીર્તિરૂપ મલિ કુસુમથી દિશાઓને સુવાસિત કરનાર, યુદ્ધમાં શત્રુઓને મહાત કરનાર, શાસ્ત્રાસ્ત્રમાં અત્યંત કુશલ, દાન આપવામાં સાક્ષાત્ બીજે કણ સુમુખ નામે રાજા છે. એકદા કવિઓથી ખુબજ વર્ણવાયેલા હતુરાજ (વસન્ત) નું આગમન થયું. સાક્ષાત્ ઈન્દ્ર નંદનવનમાં જતો હોય તેવી રીતે રાજા સુમુખ પણ હાથી ઉપર સ્વારી કરીને ક્રીડા કરવાની ઈચ્છાથી યમુના તીરે આવેલા રમણીય ઉઘાન તરફ ચાલ્ય,
રાજાએ માર્ગમાં ચન્દ્રશાળામાં વાર શાળાપતિની પ્રિયા વનમાલા ને જોઈ રાજા વિચાર કરવા લાગ્યું કે કેઈને શ્રાપથી સ્વર્ગમાંથી ઉતરી આવેલી કઈ દેવાંગના તે નહી હોયને? વનલક્ષ્મી અથવા વસંત લક્ષ્મી મારી સામે તે આવી નથી ને ? વનમાલાના સૌંદર્યને જોઈ રાજા સુમુખ કામાતુર બની ગયે. આગળ વધવાની ઈચ્છા થતી નથી પણ મન્ત્રીની પ્રેરણાથી વગર ઈચ્છાએ યમુના ઉદ્યાન