________________
* ૧પપ
બદલે લેવા તે બન્નેને હું ભરતક્ષેત્રમાં લઈ આવું. આમ વિચાર કરીને યમરાજની જેમ લાલ વિકરાળ નેત્રવાળે તે. દેવ બનેનું કલ્પવૃક્ષ સહિત હરણ કરીને ભરતક્ષેત્રમાં ચંપકદ્યાનમાં લાવ્યો, ડીવાર પછી ચંદ્રકીતિ નામના અપૂત્ર રાજાના મૃત્યુથી ખાલી પડેલી રાજગાદી માટે યોગ્ય રાજાની તપાસમાં મન્ત્રીઓ નવીન રાજાની શોધમાં, ફરતા હતા, ત્યાં મન્ત્રીઓની નજર હરિ ઉપર પડી, એટલામાં સુંદર કુંડલ તથા મૂક્તાહારથી શુભતા પોતાના તેજથી દીશાઓને તેજસ્વી બનાવતા, એક દેવે મંત્રિઓને કહ્યું કે તમને રાજા વિનાના અત્યંત દુઃખી જાણી, ઉપકારની. આકાંક્ષા રાખ્યા વિના નવિન મેઘની જેમ હું આવ્યું. છું. હરિવર્ષથી હરિણું તથા કલ્પવૃક્ષ સહિત અત્યંત કામાતૂર એવા હરિને ચંપકદ્યાનમાં લાવીને મેં મૂક્યા છે. રાજ્ય લક્ષણેથી યુક્ત એ બન્નેની તમે સેવા કરે.
મંત્રીઓએ દેવની વાણીને સ્વિકાર કર્યો. દેવને પ્રણામ કરી, ધૂપાદિ તથા સ્તુતિવડે મંત્રિએએ દેવની. ભક્તિ કરી. મેટા સત્કાર સમારંભથી, મણિ અને રત્નથી યુક્ત એવા રથ ઉપર બેસાડી, હરિ તથા હરિણીને તે લેકેએ ચંપાપુરીમાં પ્રવેશ કરાવ્યું, અમરાવતીમાં ઈન્દ્રની જેમ રાજમંદિરમાં રત્નના સિંહાસન ઉપર બેસાડી હરિને રાજ્યાભિષેક કર્યો.
આ પ્રમાણે નરકમાં પ્રસ્થાન કરવા યોગ્ય ઉત્તમ સ્થાન આપી દેવ સ્વસ્થાને ગો, સે ધનુષ્યની કાયાવાળા