________________
૧૪૧ પ્રાર્થના કરી કે હે દેવ ! સુચનાની માફક આપ પણ મારી ઉપર પ્રસન્ન થાવ, આ પ્રમાણે રાજાએ વારંવાર પ્રાર્થના કરી, પરંતુ તે લેકેએ સતીના ભયથી કાંઈ ઉત્તર આપે નહી,
રાજાએ સુચનાને કહ્યું કે હે દેવ! કેમ નથી બેલતા, શું હું અયોગ્ય છું. અથવા કાંઈ અવિધિ થઈ છે? સતીએ કહ્યું. એ દુષ્ટ પિશાચ! તમે કેમ નથી બોલતા ! આ પ્રમાણે નહિ બેલી તમે રાજાનું અપમાન કેમ કરે છે ? ત્યારે એકાએક અટ્ટહાસ્ય કરતા તે લેકે બોલ્યા કે હે દેવ! અમે પિશાચ નથી પરંતુ આપના સેવક કામાંકુર, અશોક તથા કેસર છીએ. આ શું છે? આ પ્રમાણે બેલતો રાજા આશ્ચર્ય પામ્ય, સુલોચનાની આજ્ઞાથી તે ત્રણે જણા દેવાલયમાંથી બહાર આવ્યા, રાજા વિષાદ, કૌતુક, અને આનંદના અતિરેકમાં આવી ગયે, તે લેકેએ આદિથી અંત સુધીને વૃત્તાંત કહી બતાવ્યું, ત્યારે રાજા લજિજત બની સુચનાના ચરણમાં મસ્તક ઝુકાવીને નમી પડ્યો, પિતાની તથા ત્રણે જણા તરફથી માફી માંગી.
સુલોચનાએ કહ્યું કે આપ કોઈપણ પ્રકારને ભય રાખશે નહી. તે ત્રણે જણાએ પિતાની જાતને કૃતકૃત્ય માની અને કહ્યું કે દેવી! હવે અમે શું કરીએ. સતીએ તેઓને આહંતુ ધર્મને ઉપદેશ આપે, રાજાએ બહુમાનથી. ચન્દન, પુષ્પ, વસ્ત્ર, સુવર્ણાદિથી પતિ સહિત સુલોચનાની પૂજા કરી, “પાલક' ને મંડલાધિપતિની પદવી આપી,.