________________
૧૩૮ કામ સરળતાથી પતી જાય, પાલકે બીજે દિવસે રાજાને પ્રાર્થના કરી કે આપ પ્રસન્ન થાઓ.
સુખપૂર્વક દિગવિજ્ય કરીને પાછા ફરેલા રાજાઓ પ્રત્યે સેવકે ઉચિત કાર્ય કરવું જોઈએ, માટે આપ મારા ઘેર ભેજન માટે પધારો, મારી વિનંતિને આપ અસ્વિકાર નહી કરે તેવી મને આશા છે, રાજાએ કહ્યું કે તમારી આજીવિકા ઘણી અલ્પ છે. માટે મને જોજન કરાવવું અશક્ય છે, માટે તું શા માટે આવું કામ કરે છે. તેવારે પાલકે કહ્યું કે આપની કૃપા મારા માટે કલ્પવૃક્ષ સમાન છે, રાજાએ કહ્યું કે થોડા આપ્ત જનોની સાથે ભોજન માટે આવીશ.
પાલકે ઘેર આવી સુચનાને વાત કરી. સુચનાઓ પિતાના પતિને કહ્યું કે રાજાને ઉચિત તમામ ભજન સામગ્રી તૈયાર છે. સમયસર રાજાને બોલાવી લાવો, પરંતુ અહીંઆ આવી કોઈપણ પ્રશ્ન કરશે તો હું પિતે જ તેમને જવાબ આપીશ, સમયસર “પાલક, રાજાને બોલાવવા ગયે. રાજા સુચનાના ઘેર આવ્ય, રાજાના મનમાં પહેલેથી જ સુચનાને જોવાની ઈચ્છા હતી જ, સુચનાએ રાજાને સત્કાર કર્યો, રાજાએ સુચનાને નયનભરીને નિરખી લીધી, રાજા સપરિવાર ભજન કરીને મહાસતીના પ્રભાવથી આશ્ચર્ય પામ્ય, ભેજન કર્યા પછી રાજાએ પાલકને પડ્યું કે આવી અસંભવિત વ્યક્તિ ક્યાંથી પ્રાપ્ત થઈ?