________________
૧૨૮
હે નરોત્તમ ! જયારથી તમે મારી દષ્ટિ ઉપર આવ્યા. છે, ત્યારથી દરેક જગ્યાએ દરેક સમયે જ્યાં ત્યાં કેવલ હું તમને જ દેખું છું. માટે આપણા સંગને માટે આપ મારી ઉપર પ્રસન્ન થાવ, લલિતાગે મસ્તક હલાવતાં કહ્યું કે હે ભદ્રે ! ક્યાં હું વણિક પુત્ર અને ક્યાં અંતઃપુરમાં રહેવાવાળી તમારી રાણી, સિંહની કેશવાળી, ફણીધર મણી, શંકરની ચંદ્રકલા મેળવવા જેમ દુર્લભ છે. તેમ રાજરમણ મનુષ્યને મેળવવી દુર્લભ છે. દાસીએ કહ્યું કે આ બાબતમાં તમે ચિંતા કરશે નહિ, મારી સહાયતાથી તમે અંતઃપુરમાં કોઈ ન જોઈ શકે તેવી રીતે પ્રવેશ કરી શકશે, “અવસરે મને બોલાવજો” આ પ્રમાણે દાસીએ જઈને રાણીને વાત કરી, તેજ અરસામાં નગરમાં કૌમુદી મહોત્સવને પ્રારંભ થયે, જેમાં શંગારી પુરૂષે અનેક પ્રકારના શંગારમાં સજજ બની ચંદ્રમાનું અનુકરણ કરતા હોય તેમ તે ફરવા લાગ્યા.
સ્ત્રીઓએ પણ તિલક કરી ચિત્ર નક્ષત્રની માળાઓને ધારણ કરી તેની સુગંધથી સુવાસિત અને વિકસિત બની, રાજા પણ તે મહોત્સવથી વ્યગ્ર બની શિકાર કરવા બહાર જંગલમાં ગયો, અંતઃપુરમાં કેઈની વસ્તી નહિ હેવાથી દાસીએ લલિતાંગને બોલાવ્યું, અને નવિન યક્ષની પ્રતિમા લાવવામાં આવે છે તેમ કહી લલિતાંગને સધ્યા સમયે અંતઃપુરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો, પરસ્પર ઉત્કંઠિત લલિતારાણું તથા લલિતાગે લતાવૃક્ષની માફક એકબીજાના