________________
૧૨૯
ગાઢ આલિંગનમાં સુખનો અનુભવ કર્યો, રાજમહેલના રક્ષકેના મનમાં પરપુરુષ પ્રવેશની શંકા આવી, એટલામાં રાજા પણ શિકારેથી આવી ગયે, કંચુકીઓએ પિતાની શંકા રાજાને કહી, રાજા હાથમાં શસ્ત્ર લઈને અંતઃપુર તરફ ચાલ્ય.
ચતુરદાસી રાજાના વિચારને જાણી ગઈ. તરત જ રાણુને ઈશારત કરી, રાણી તથા દાસીએ તે યુવકને ઉઠાવી બારીના રસ્તેથી કચરાની જેમ ફેંકી દીધે, ઘરની પાછળના ભાગમાં આવેલા કુવામાં પડ્યો, અને પર્વતની ગુફામાં જેમ ચોર તથા પક્ષી રહે છે તેમ કુવામાં રહેવા લાગે, દુધથી ભરપુર નરકની સમાન તે કુવામાં પૂર્વેના સુખનું
સ્મરણ કરતો અનેક પ્રકારે પશ્ચાતાપ કરતા સમય પસાર કરવા લાગ્ય, આઠ મહિના પછી વર્ષા ઋતુ આવી, વરસાદના પાણીથી તે કૂવો ભરાઈ ગયે, કુવામાં તરીને ઉપર આવ્યો. નાલીકા દ્વારા ગામ બહાર આવ્યા, ત્યાં અચાનક કુલદેવતાની માફક તેને તેની ધાવમાતા મલી ગઈ, લલિતાંગને ઓળખે અને ઘેર આવી, અનેક ઉપચારોથી ઘણા દિવસો પછી પૂર્વવત્ લલિતાંગ સ્વસ્થ બન્ય; માટે લલિતાંગની દશાનું સ્મરણ કરીને તમે પર સ્ત્રી કામનાથી વિરક્ત થાઓ, જ્યારે કામાંકુર પોતાના આગ્રહમાંથી જરાપણ ચલાયમાન ન બન્યું, ત્યારે સુલોચનાએ મનમાં વિચાર કરી બીજે ઉપાય કરવાનું નક્કી કર્યું અને કામાંકુરની માગણીને સ્વીકાર કર્યો.