________________
વધુની સાથે રમણતા કરી, લલિતાંગ યુવાને બીજી સ્ત્રીની સાથે કામની ઈચ્છા કરવાથી લાંબા સમય સુધી દુઃખનો અનુભવ કર્યો.
આ જગત ઉપર લક્ષ્મીની લીલાથી ભરપૂર વસન્તપુર નામે નગર છે. મનુષ્યમાં ઈદ્ર સમાન મૂર્તિમાં સાક્ષાત્ કામદેવ સમાન, લક્ષ્મીથી વિષ્ણુ સમાન, શતાયુધ નામે રાજા હતો. તેને લક્ષ્મીદેવી સમાન ચંદ્રમાથી અધિક લાવશ્ય યુક્ત, લલિતા નામે રાણી હતી. જેની કલ્પવૃક્ષ સમાન પ્રસિદ્ધિ હતી, એકદા મોતીના હારથી વિભૂષિત કલ્પવૃક્ષ સમાન પોતાના રૂપ અને ગુણથી દિશાઓને સુવાસિત કરતા લલિત અંગવાળા લલિતાંગને એક દિવસ રાણીએ જોકે, તેને જોઈ રાણી વિચારવા લાગી કે જે વિધાતા મને પક્ષિણી બનાવે તો હું ઉડીને તેની પાસે ચાલી જાઉં. તેની ચેષ્ટા જોઈને તેની પાસે રહેવાવાળી દાસીએ વિચાર્યું કે કમલમાં ભ્રમરની જેમ રાણીની દૃષ્ટિ લલિતાંગમાં રહેલી છે. ચેટીએ કહ્યું કે દેવી ? લાવણ્ય સુધાપૂર્ણ ચન્દ્રમામાં કુમુદિનીની જેમ લાવણ્ય યુક્ત તે યુવાનમાં પ્રેમ થવે તે યુક્ત છે. રાણુએ ચેટી (દાસી)ની ખુબ જ પ્રશંસા કરીને કહ્યું કે તેની સાથે મારે સંગ કરી આપ, દાસીએ યુવાનનું ઠેકાણું શોધી કાઢી રાણીને કહ્યું કે આ નગરના સમુદ્ર સાર્થવાહને આ સુન્દર પુત્ર છે. કુલીન છે. માટે આપ તેના નામથી પ્રેમપત્ર આપે, રાણીએ એક પત્ર લખીને દાસીને આ, દાસીએ એકાન્તમાં લલિતાંગને તે પત્ર આપે, અને લલિતાગે વાંચે.