________________
૧૨૫
સચિવાદિએ સુચનાની પ્રશંસા કરી, કારણ કે રાજાને. માન્ય તે સર્વને માન્ય હોય છે.
એક દિવસ રાજા સભામંડપમાં કામાંકુર, અશક, કેસર આદિ મન્નિએથી સ્વચ્છન્દ વાર્તાલાપ કરી રહ્યો હતો, એકાએક રાજાએ સુલોચનાની પ્રશંસા કરી, તે લોકોએ કહ્યું કે રાજન ! આ વાત વિશ્વાસ કરવા ગ્ય નથી, કારણ કે ફલીબનું કામીપણું, વિદ્વાનનું સુખી થવું, ધનવંતને નમ્રતા, પ્રભુની ક્ષમા શિલતા, કપટીને સરળતા, યાચકને માન્ય અને સ્ત્રીનું સતીપણું અસંભવિંત છે, નાગર જાતિ કદાચ શુદ્ધ થાય, અગ્નિ કદાચ શાંત બને, સમુદ્રનું પાણી કદાચ સ્વાદિષ્ટ બને, પરંતુ સ્ત્રી કદાપિ કાળે સતી (ઈ શકતી નથી. માટે જો આપ આદેશ આપે તે તેણીના શીયલને નષ્ટ કરીને આવી જાઉં. પરંતુ આ કાર્ય કરવામાં દ્રવ્ય (લક્ષ્મી) ની જરૂર પડશે, રાજા પણ કૌતુકાધીન બની ગયે, અને કામાંકુરને જોઈતા લાખ સેનૈયા આપી વિદાય કર્યો. ત્યાંથી નીકળી નગરીમાં આવી સુલોચનાની બાજુમાં મકાન ખરીદ કરી રહેવા લાગે. હંમેશાં ઝરૂખામાંથી સુલોચનાની તરફ જેતે હતું, પરંતુ સુલોચનાની દષ્ટિ કઈ દિવસ કામાંકુર તરફ પડતી નહોતી, કામાંકુર સુલેચનાને કામાતુર બનાવવા ઇચ્છતા હતા. પણ સુચનાને જોઈ કામાકુર કામાતુર બનવા લાગ્યો. તેને ભેજન, શયન સ્નાન ઉપર અભાવ થવા લાગ્યું. છેવટે કામાકુરે પુષ્ટિલા નામની તાપસીને લાલચ આપી કહ્યું કે સુચનાથી મારે