________________
-
૧૨૩
અલંકારરૂપ નરવાહના નામે રાજા છે. પાલક નામને રાજ-. પુત્ર તે રાજાને સેવક છે. સતી શિરોરત્ન સમાન સુચના નામે તેને પત્નિ હતી. પ્રવર્તિની મલયશ્રીના ઉપદેશથી તેણીએ શ્રી વિમલાચાર્યની પાસે દ્વાદશ વ્રત ગ્રહણ કર્યા હતા, રૂપ અને ગુણથી અપ્સરાઓને જીતવાવાળી હેવા છતાં ઉત્તમ શિયલગુણયુક્ત હતી. એક દિવસ પાલક ચિંતાતુર વદને રાજસભામાંથી ઉઠીને ઘેર આવ્યું, ત્યારે સુચનાએ પોતાના પતિને પૂછયું કે આપ આટલા બધા ચિંતાતુર કેમ છે. ત્યારે પાલકે કહ્યું કે પ્રિયે ! આપણું સરહદની નજીકના રાજા ઉપર આક્રમણ કરવા માટે રાજા સૈન્ય સહિત પ્રયાણ કરશે. સમય વિનાની લડાઈ હોવાથી. હું ચિત્તાતુર છું. કારણ કે તને સાથે લઈ જવાય નહી. અને તારી યૌવનાવસ્થા હોવાથી અહીં મૂકીને જવું. ઉચિત નથી.
ત્યારે સુલોચનાએ કહ્યું કે હે નાથ ! જે આપને આ પ્રકારની ચિન્તા હોય તો આપ મને અહીંયાં મૂકીને લડાઈમાં જાવ, મારા ઉપર જરા પણ અવિશ્વાસ કરતા નહી. આપ. એક કમલની માલા લાવીને મને આપે, જેનાથી આપના ચિત્તમાં થડે વિશ્વાસ ઉત્પન્ન કરાવું. પાલકે તરત જ એક માલા લાવીને આપી, સુચનાએ તે માલાને સ્પર્શ કરીને કહ્યું કે આ માલા જ્યાં સુધી મલીન ન થાય ત્યાં સુધી. આપ મારા શિયલવતને અક્ષય માનજો, પાલકે તે માળા. લઈ લીધી, અને આશ્ચર્ય અનુભવતા પાલકે રાજાની સાથે.