________________
૧રર
પાંચ રત્નોની પ્રાપ્તિ બતાવી. લેભનન્દીએ પોતાના ઉપર વિજય મેળવનાર સર્વાગિલને પરાજય. સર્વાગિલે પિતાની ખિન્નતા દૂર કરવાનું કારણ બતાવ્યું. રાજાએ વસન્તશ્રી તથા મુંજ કાર્પેટિકનું બહુમાન કર્યું અને લેભનન્દી તથા સર્વાગિલને દેશનિકાલને આદેશ કર્યો. આ બધું પતી ગયા પછી રાજાએ દેવનન્દીને લાવ્યા અને રાજ્યના ભંડારીનું પદ સંભાળવાની આજ્ઞા કરી તથા આગ્રહ કર્યો, દેવનદીએ સંસારની અસારતાને બતાવી અને પિતાને દીક્ષા લેવાની ભાવના બતાવી, બાદમાં રાજાએ સુમતિને ખજાનાનો . અધિકારી બનાવ્યો. - શ્રી શીલગુણસૂરિની પાસે દેવનન્દીએ દીક્ષા ગ્રહણ કરી, નિરતિચાર ચારિત્ર વ્રતનું પાલન કરી, સદ્ગતિને પ્રાપ્ત કરી, કથાની પૂર્ણાહૂતી કરી, વિશ્રાંતિ લેવાને નાસિક વિચાર કર્યો, ત્યાં રત્નવતી પિપટના પછાને ખેંચતી ઉપર ક્ષાર રાખને નાખતી બેલવા લાગી. હે શુક! તહારૂં પાંડિત્ય કયાં ગયું? ત્યારે પિપટ બોલ્યો કે પાંડિત્યપણું તો મહા. સતી સુચનામાં છે. જેના બળે તેણીએ કામાંકુરાદિને ખાડામાં નાખ્યા, રનવતીએ કથા સાંભળવાની ઈચ્છા પ્રદર્શિત કરી, ત્યારે પિપટે કહ્યું કે જે તું મને પીડા ન આપે તે હું તને કથા કહું. રત્નાવતીએ પિપટની વાતને સ્વિકાર કર્યો અને કથા કહેવાની શરૂઆત કરી.
અવનિત દેશમાં દેવની અમરાવતીને અભિમાનને દૂર કરનાર ઉજયિની નામે નગરી છે. તે નગરીના મસ્તકના