________________
૧૨૦
પાસે માંગી. બ્રાહ્મણ ઉઠીને મુંજને ભેટી પડ્યો, નમ્રતાથી તેના પાંચ રત્ન આપી દીધા, અને કહેવા લાગ્યો કે જેવી રીતે મારી આંખ ચાલી ગઈ તેવી રીતે મારી જીંદગી પણ ચાલી જાય. અને થાપણ રહી જાય, તે મારી દુર્ગતિ થાય માટે તમે તમારી થાપણ બરાબર સંભાળી લે, મુંજ કાપટિકના હર્ષનો પાર પણ ન રહ્યો. વેશ્યાએ પણ સર્વાગિલની ખુબ પ્રશંસા કરી, મુંજ કાર્પેટિકને કહ્યું કે હું પણ સર્વાગિલની પાસે મારી થાપણ મૂકવા માટે આવી છું કાંચનપુર નગરમાં સર્વાગિલ સમાન કેઈ પણ પ્રમાણિક માણસ નથી.
વસન્તશ્રી વેશ્યા પિતાની પિટીઓને થાપણ તરીકે સ્વીકારવા સર્વાગિલને ખુબ જ વિનંતિ કરવા લાગી તથા તેની પ્રશંસા કરવા લાગી. બ્રાહ્મણે વસન્તશ્રીની થાપણ સ્વિકારી અંતરમાં આનંદ માન્યો, વસન્તશ્રીએ કાર્પેટિકની સાથે પ્રસ્થાન કર્યું. થોડાક ગાઉ ગયા બાદ બન્ને જણા નગરમાં પાછા ફર્યા, નગરમાં આવતાની સાથે બને જણ પોતપોતાના માર્ગે અલગ ગયાં, વસન્તશ્રી લેકેને કહેવા લાગી કે મારી તીર્થયાત્રા નષ્ટપ્રાયઃ બની ગઈ, કારણ કે પ્રસ્થાન સમયે અને પછી પણ ઘણું જે અપશુકનો થવા લાગ્યા, જેનાથી મને મારા પ્રાણુનાશનો શંસય થયો જેથી આગલા વર્ષે તીર્થયાત્રાને નિર્ણય કરી હું પાછી આવી. - થોડાક દિવસો પછી થાપણ લેવા માટે સર્વાગિલની પાસે વસન્તશ્રી ગઈ. અને પિતાને થયેલા ખરાબ શુકન કહ્યા, અને થાપણ પાછી આપવાની વાત કરી, બ્રાહ્મણને