________________
૧૧૯ મને આત્મશુદ્ધિને માટે તીર્થયાત્રા કરવા જવાની ભાવના છે. માટે આપ મને આજ્ઞા આપે.
રાજાએ કહ્યું કે કલ્યાણ માર્ગમાં હું વિરોધ નથી કરતે, તું તારી ઈચ્છાને પૂર્ણ કર, વસન્તશ્રી રાજસભામાંથી નીકળીને પિતાના ઘેર આવી. તીર્થયાત્રાને માટે ઉચિત સામગ્રીની તૈયારી કરવા લાગી. નગરજનેને ખબર પડી ગઈ કે “વસન્તશ્રી તીર્થયાત્રા કરવા જાય છે” વળી વસંતશ્રીએ ચામડાની પાંચ બેટી પેટીઓ તૈયાર કરાવી, તેમાં ગુપ્ત રીતે મોટા પત્થરોના ટુકડાઓ ભરાવ્યા, નકકી કરેલા દિવસે હષ્ટ પુષ્ટ મજુરથી ઉપડાવીને કપટયાત્રાની શરૂઆતમાં તેણે સર્વાગિલ બ્રાહ્મણને ઘેર ગઈ.
વસન્તશ્રીએ જતાની સાથે બ્રાહ્મણને નમસ્કાર કર્યો. નમ્રતાથી કહ્યું કે હે ભૂદેવ ! હું ધર્મ કાર્ય માટે બહાર જઈ રહી છું. માટે મને તમે કાંઈક સહાયભૂત બનો, આ પાંચે પેટીઓને થાપણ તરીકે તમારા ત્યાં મૂકવાની ઈચ્છા રાખું છું, આની અંદર પાંચ લાખના મુલ્યવાન રત્નો છે. તીર્થયાત્રાએથી પાછા આવ્યા બાદ આ અમુલ્યરત્નો મારી આજીવિકાનું સાધન છે. વધારેનું જે ધન મારી પાસે છે, તેનાથી હું ધર્મ કાર્યો કરીશ, મને બીજાઓની ઉપર વિશ્વાસ નથી.
કારણ કે તમે બીજાના ઘરનું એક તરણું પણ ગ્રહણ કરતા નથી. માટે આ કષ્ટ તમને આપવા માટે આવી છું, એટલામાં મુજ કાર્પેટિકે આવી પોતાની થાપણ સર્વાગિલ