________________
૧૧૮ બનવાવાળા વિમલે મુંજ કાપેટિકને આશ્વાસન આપ્યું અને કહ્યું કે હું તને તેને ઉપાય બતાવું છું તે તું સાંભળ- આ નગરમાં વસંતશ્રી નામે વૃદ્ધ વેશ્યા છે. જેની બુદ્ધિ સામે બૃહસ્પતિ પણ પાણી ભરે તેવી બુદ્ધિશાળી છે. સર્વાગિલની ધૂર્તતાથી બચવાને માટે વસન્તશ્રીની હે કાર્યટિક! તું સેવા કર, કે જેથી કરીને તે તારી ઉપર પ્રસન્ન થાય, વળી વસંતશ્રી તારી ઉપર પ્રસન્ન થશે તે જ તેણે પિતાની બુદ્ધિ વડે કપટના સમુદ્ર રૂપ સર્વાગિલને હરાવશે. “ઝેરની સામે ઝેર, ને પ્રયોગ જેવી રીતે કરવામાં આવે છે તેવી જ રીતે “ધૂર્તની સામે ધૂતારણ ઔષધરૂપ બની શકે છે. ”
ત્યારબાદ મુંજ કાપેટિક વસન્તશ્રી વેશ્યાના ઘેર જઈને તેણની સેવા કરવા લાગે, ધીમે ધીમે તેને પિતાની વાત કહેવા માંડી, વસન્તશ્રીએ મુંજ કાર્પેટિકની વાતને સ્વીકરી કહ્યું કે હે વત્સ! હવેથી તારે મારી સેવા કરવા માટે આવવાની જરૂર નથી. આજથી નવમે દિવસે તું મારા દેખતાં સર્વામિલ પાસે થાપણની માંગણી કરજે, તે વખતે તારી થાપણ સર્વામિલ આપશે. જે થાપણ નહિ આપે તો તેનું મૂલ્ય જરૂરથી આપી દેશે, એ પ્રમાણે વસન્તશ્રીએ કાર્પેટિકને રવાના કર્યો અને પિતે રાજાની પાસે ગઈ સમાજનેની સમક્ષ રાજાને વિનંતિ કરવા લાગી હે રાજન! મેં કેવલ પાપમય જીવન ગુજારેલ છે. હવે