________________
૧૧૬ મુંજ કાર્પેટિક બનેલી ઘટનાને વિચાર કરવા લાગે કે લેભનન્દીએ લાભને વશ બની આવું ખરાબ અને નિધિ કાર્ય કર્યું છે. મારા દુર્ભાગ્યથી બ્રાહ્મણની ચિત્તવૃત્તિ તે. બદલાઈ નહિ હેય ને?
સંસારમાં હંમેશાં આવી ખરાબ ઘટનાઓ બનતી જ હોય છે. આજે મારું હૃદય કંપે છે, આમ વિચાર કરતે કાર્પટિક નગરમાં પહોંચી બ્રાહ્મણના ઘેર ગયો પણ ઘર સુમસામ હતું. પાડેશીઓને પૂછવાથી કેઈએ જવાબ આપે નહી. મનની દૃઢતાથી કાર્પેટિક બ્રાહ્મણના ઘરને શોધવા લાગે, ઘણી મહેનતે બ્રાહ્મણનું ઘર જડ્યું. ઘણું સમય સુધી ઉભા રહેવા છતાં દ્વારપાલે ઘરમાં જવા દેતા. નથી. એક દિવસ ઘરમાં જવાનો માર્ગ મલી ગયે.
મુંજ કાપેટિકને જોતાની સાથે બ્રાહ્મણ ગભરાઈને બીજે ભાગી જવાને વિચાર કરવા લાગ્યો, શંકાશીલ મુંજ કાર્પેટિકે તેને નમસ્કાર કર્યો અને કહ્યું કે એક આંખ કેમ નષ્ટ થઈ ગઈ? જુનું ઘર તમે કેમ તજી દીધું ? કપિલા આદિ પરિવાર ક્યાં ગયે ? દ્વારપાલની વ્યવસ્થા કેમ? સાંભળીને બ્રાહ્મણે કોધિત બનીને કહ્યું કે તમે કીન છે? હું તમને ઓળખતે નથી, ત્યારે કાર્પેટિકે કહ્યું કે તમે આવી અસંગત વાત કેમ કરે છે. હું મુંજ કાર્પેટિક છું; જેણે તમારા ત્યાં થાપણ મૂકી છે. અને તમે જેને આદરપૂર્વક ભજન કરાવ્યું છે. તે હું મુંજ કાર્પેટિક છું,