________________
૧૦૮
ખાધ્યા, સુવર્ણથી ભરેલા છ ઘડા ખાડામાં અતિ મુશ્કેલીએ ગેાઠવ્યા અને ખાડા માટીથી ભરી દ્વીધા, ભાગ્યયેાગે આ તારાએ (કુન્દે) સેાનાના કુભ લઈને ઘેરથી નીકળેલા પિતા પુત્રને જોયા, ગુપ્તરૂપે તે તેમની પાછળ પાછળ આવી પિતા પુત્રના કાને જાણવાને માટે શ્વાસ રોકી મૃતકની માફક ભૂમિ ઉપર સૂઈ રહી પિતા પુત્રની ચેષ્ઠા જોવા લાગ્યા, કમલે પેાતાના પુત્રને ચારે તરફ ફરીને જૅવા માટે કહ્યું. તે વારેં પુત્રે કહ્યું કે પિતાજી! આપ તે અત્યંત ચતુર છે, આ સ્મશાનમાં તમે કાઇને ખેલાવા તે પણ કાણુ આવી શકે.
ત્યારે પિતાએ કહ્યું કે હે વત્સ ! તે પણ તપાસ કરવામાં આપણને કયાં નુકશાન છે. પુત્ર ચારે તરફ જોવા લાગ્યો, મૃતકાવસ્થામાં કુન્દને જોઈ પિતાજીને કહ્યું કે કોઈ મરેલા કાટિક (કપડાવાળા) છે. તે વારે પિતાએ કહ્યું કે હે પુત્ર! મુંડદુ ખનીને કાઈ જેતે ન હોય ! માટે તુ શસ્ત્રદ્વારા તેના કાઈ એક અગને કાપી લે, કે જેનાથી જીવત કે મૃતકની ખખર પડે, વિમલે જઈને પિતાજીના કહેવા મુજબ છરીવડે તેના એક કાન કાપી લીધા, અને પિતાજીને કાન બતાવ્યો તેા પણ કમલને વિશ્વાસ ન આવ્યો, તેથી પેાતાના પુત્રને ફરીવાર મેાકલી નિર્દયતાથી બીજો કાન, નાક અને હાઠ કપાવી લીધા, કુન્દે નિશ્ચેતન ભાવથી બધું સહન કર્યું. ધનના અભિલાષિ મનુષ્યા બધું જ કષ્ટ સહન કરે છે.