________________
૧૧ર
કહેવાય કે તું જ્યારે મારે અર્ધો ભાગ આપવાની ના કહે તું લેભમાં પડીને મિત્રાચારીને નષ્ટ ન કર, હે સુમતિ ! જે તું મને ધન નહિ આપે તો હું રાજાની પાસે ફરીયાદ કરીને પણ તારી પાસેથી ધન પ્રાપ્ત કરીશ.
ત્યારે સુમતિએ કહ્યું કે હે દુર્મતિ ! સંપત્તિને નાશ થવાથી સહુ કેઈની બુદ્ધિ ચલાયમાન થાય છે. તેવી રીતે તારી પણ બુદ્ધિ તે કારણથી ખરાબ થઈ ગઈ છે. માટે તને જેમ ઠીક લાગે તેમ કર, ત્યારે દુર્મતિ બેલ્યો છે સુમતિ ! જે હું કરું છું તે તું જાતે રહેજે. એમ બોલીને દુર્મતિ સીધે રાજા પાસે જઈને કહેવા લાગ્યો કે અમે બને જણાએ વડ વૃક્ષ નીચે ધનને દાઢ્યું હતું, પણ સુમતિએ એકલાએ જઈને બધું ધન લઈ લીધું છે. માટે આપ મને ન્યાય આપો. રાજાએ સુમતિને બોલાવીને પૂછ્યું. ત્યારે શંકા રહિતપણે બનેલા બનાવ પ્રત્યે પોતે કાંઈ જાણતા નથી તેમ સુમતિએ કહ્યું.
કદાચ આપને વિશ્વાસ ન હોય તે આપ સૌગંદને આદેશ આપે. રાજાએ કહ્યું કે ધન દાટતી વખતે કોણ સાક્ષી હતું, તેને હાજર કરો. દુર્મતિએ કહ્યું કે તે જ વડનું ઝાડ સાક્ષી છે. રાજાએ કહ્યું કે શું વૃક્ષ પણ બોલી શકે છે! અવશ્ય બોલી શકે છે. ત્યારે રાજાએ કીધું કે હવે વાદ વિવાદનું કેઈ કારણ નથી. કાલે સવારે ત્યાં જઈને વડના ઝાડને પૂછવું જોઈએ, આખા નગરમાં આશ્ચર્ય થયું. રાજાએ વડના ઝાડની નજીકમાં મોટો મંચ બનાવડાવ્યું.