________________
૧૧૧
જગત જાણે છે. અગાઉ દાટેલા ધનને તે જગ્યાએથી કાઢી બીજી જગ્યાએ ખાડે છેદી વ્યવસ્થિત મૂકયું અને બને ખાડા પ્રથમની જેમ જ હતા તેવા બનાવી દીધા, બીજે દિવસે સુમતિને કહ્યું કે હું જુગારમાં હારી ગયું છું અને મેં મારું મસ્તક દાવમાં મૂકયું છે. માટે આપણા દાટેલા ધનમાંથી મને મારો અર્ધો ભાગ આપી દે, જેથી હું મારા ધનને ઉપયોગ કરી શકું. સુમતિએ કહ્યું કે તે ધનને હમણાં તેમને તેમ રહેવા દઈએ, હું તને ધન આપું છું. તેનાથી તું તેને પ્રતિકાર કર.
ત્યારે દુર્મતિએ કહ્યું કે તારા ન્યાય માર્ગો ઉપાર્જન કરેલા ધનનો દુર્વ્યયમાં ઉપયોગ કરું તે નરકથી પણ વધારે મારી અર્ધગતિ થાય. માટે મને તે દાટેલા ધનમાંથી મારે અર્ધો ભાગ જોઈએ છે. બંને જણા ઘેરથી નીકળીને
જ્યાં ધન દાટયું હતું ત્યાં જઈને ખાડો ખોદયો, તો ખાડે. ખાલી નીકળ્યો, દુર્મતિ છાતી કુટવા લાગ્યો, અને જોરથી બૂમે પાડતો ભૂમિ ઉપર પડી ગયો, અને બોલવા લાગ્યો કે અહીંઆ દાટેલા ધનની કોઈને ખબર નથી. માટે આ ધન હે સુમતિ ! તેં જ લઈ લીધું છે.
ત્યારે સુમતિએ કહ્યું કે હે ભાઈ! આવો મિત્ર દ્રોહ હું કરતો નથી અને કદાપિ કર્યો પણ નથી. તે વારે દુર્મતિએ કહ્યું કે તે શું મેં તે ધનને લઈ લીધું છે? હે ભાઈ સુમતિ! કદાચ કાર્યવશ તે આ ધન કાઢી લીધું હોય તે તેમાં તારે દોષ નથી, પણ દેષ તે ત્યારે જ