________________
૧૧૦
રાજાએ કહ્યું કે તે આ શેઠનું સર્વસ્વ લુંટી લીધું છે. ત્યારે કુન્દ કહ્યું કે મેં તેનું ધન લીધું છે તે વાત તદ્દન સત્ય છે. . પરંતુ હે રાજન ! તેણે પણ મારું કાંઈક લીધું છે. મારી વસ્તુ મને પાછી અપાવે, તો હું તેના ધનને પાછું આપું. હું જે પાછું ન આપે તે આપશ્રી ગમે તે દંડ મને કરી શકો છો.
ત્યારે રાજાએ કહ્યું કે હે કુન્દ! તારું આ શેઠે શું લીધું છે. કુદે રાજાને તમામ હકીકત કહી સંભળાવી, જે સાંભળીને કમલનું મૂખ પડી ગયું. અને રાજસભામાં બેઠેલા બધા આશ્ચર્ય પામ્યા, કમલ લજ્જાળું બનીને પિતાના ઘેર ગયો, રાજાએ કુન્દને છોડી મૂક્યો, માનહાનિ તથા ધનહાનિથી કમલ અત્યન્ત દુઃખી થયો. સંસાર ઉપર વૈરાગ્ય આવ્યો, પુત્રને તમામ સંસારને ભાર શેંપી પિતે દીક્ષા લીધી, એ જ હું કમલ છું અને તારી સાથે જુગારમાં હારી જનાર એ જ કુન્દ છે. તે કુન્દ મારા વ્રતગ્રહણનું કારણ જાણે છે. માટે કુન્દ તને છેતર્યો છે. મુનિ પાસેથી ભૂતકાળ સાંભળી નિરાશ બનેલે દુર્મતિ ઘેર આવ્યો. સાધુની કથા સાંભળીને દુર્મતિને જરા પણ વિવેક આવ્યો નહિ. પણ દુનિતિ માટે તેને કથા કારણભૂત બની. કારણ કે સાપના મૂખમાં પડેલું સ્વાતિ નક્ષત્રનું પાણી ઝેર બને છે, દુર્મતિએ વિચાર કર્યો કે હું કુન્દના જે ભાગ્યવાન કેમ ન બનું? - સુમતિને જીતવા માટે કઈ કપટ ખેલી તેના ધનને લઈ લઉં, હું પણ લેભનન્દીને પુત્ર દુર્મતિ છું તે વાત