________________
- '૧૧૩ આ બાજુ દુર્મતિએ ઘેર આવી, રાજસભામાં બનેલી તમામ હકીકત પોતાના પિતા લેભનંદીએ કહી બતાવીને કહ્યું કે હે પિતાજી! આપની સહાયતાથી મારી જીત થશે. આપ વૃક્ષની બખેલમાં પહેલેથી જઈને બેસી જાવ, અને ઉચિત સમયે સુમતિએ ધન લઈ લીધું છે એવી રીતે બેટી સાક્ષી આપ આપે, સુમતિની હાર થવાથી હું બધું જ ધન આપને સમર્પણ કરીશ, ત્યારે લેભનન્દીએ કહ્યું હે વત્સ ! ભાગ્યથી તું તે મારાથી પણ વધારે ચતુર નીકળ્યો. '
આ પ્રમાણે કહીને લેભનંદીએ લેભને વશ બની પુત્રની વાતનો સ્વીકાર કર્યો. રાત્રિએ બહાર જઈને વડની બખોલમાં બેસી ગયે. પ્રાતઃ કાળમાં જેવી રીતે હજાર કિરણેથી યુક્ત સૂર્ય જેમ આકાશમાં આવે છે. તેવી રીતે હજારો સામંતે તથા નાગરિક સહિત રાજા મંચ ઉપર આવ્ય, સુમતિ પણ જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરી, પંચપરમેષ્ઠિનું સ્મરણ કરીને જ્ઞાતિજનોની સાથે વડના ઝાડની પાસે આવ્ય, દુર્મતિ પણ પિતાજી બહારગામ ગયા છે. આ પ્રમાણે બેલતે લતે લોકોને જણાવતે છતે. વડના ઝાડ પાસે આવી પહોંચ્યું, કાંચનપુરની તમામ જનતા નગર બહાર આવી ગઈ હતી. તેથી નગર શૂન્યકાર દેખાતું હતું. આ બાજુ કારણવશાત્ ત્રણ વરસ બહાર રહીને કાર્પેટિક (કપડાવાળે) પણ પિતાની મૂકેલી રત્નની થાપણ લેવા તેજ સમયે નગર સમીપ આવી પહોંચ્યું,