________________
૧de ત્યારબાદ તેને મલે જાણે નિશ્ચિત મનથી પિતા: પુત્ર ઘેર આવ્યા, પિતા પુત્રના ગયા પછી કુન્દ બધા. ઘડાઓ બહાર કાઢયા, બીજી જગાએ ખાડે ખોદી તે ઘડાઓને દાટી દીધા, અને ખાડાઓને માટીથી વ્યવસ્થિત હતા તેવી રીતે પુરી દીધા, કુન્દ ધનના બળે કરી, રાજાએથી પણ અધિક વિલાસ કરવા લાગ્યો, તેના આપેલા દાનથી યાચક વર્ગ સંતોષ પામી તેની પ્રશંસા કરવા. લાગ્યો, મદિરાપાન તથા વેશ્યાઓની સાથે વિલાસમાં તેના દિવસે પસાર થવા લાગ્યા, કમલ પણ દરરોજ સ્મશાનમાં. આવી નિધિસ્થાનને જેતે હતો.
કુન્દના વિલાસનું વર્ણન સાંભળી ભયભીત બનેલ કમલ પુત્રની સાથે નગરમાં તેને જોવા નીકળ્યો. કુન્દના કપાયેલા અંગે જઈને અત્યન્ત વ્યથિત બન્યો, પુત્રને કહ્યું કે આ તો તે નહિ હેય ને? કે જેના અંગે કાપ્યા છે. પુત્રે કહ્યું કે આવી શંકા મારા મનમાં પણ થાય છે. કેમકે તેની આકૃતિ મળતી આવે છે. બાદમાં બનેએ જઈને સ્મશાનમાં જોયું તો ખાડો ખાલી હતો, કમલ તે જ વખતે મૂછ ખાઈને જમીન ઉપર પડી ગયે, બાદ પુત્રે કરેલા ઉપચારથી શુદ્ધિમાં આવ્યો.
અને રાજાની પાસે જઈને વિનંતિ કરી કે કુન્દને મારૂં સર્વસ્વ લુંટી લીધું છે. રાજાના કોટવાલેએ કુન્દને બાંધી રાજા સમક્ષ હાજર કર્યો, અને કુન્દ બોલી ઉઠયો. કે મને શા માટે કયા ગુનાસર પકડવામાં આવ્યો છે ?'