________________
૧૦૭ ત્યારથી સર્વે કાને છેડી, આળસ રહિત હંમેશાં મુનિની ઉપાસનામાં દુર્મતિ મગ્ન બન્ય, હે ભગવન! કરુણાવતાર ! આપ કુન્દની ઉપર જે રીતે પ્રસન્ન થયા. છે, તેવી રીતે મારી ઉપર આપ પ્રસન્ન થાઓ, આ પ્રમાણે વારંવાર દુર્મતિ મુનિને પ્રાર્થના કરતો ઉભો છે. તેજ વખતે મુનિએ કાઉસ્સગ્નમાંથી નિવૃત્ત બનીને કહ્યું હે ભદ્ર!. મુનિઓ પાસે ધર્મની યાચના કરવી જોઈએ, જેની આરાધનામાં સર્વ વસ્તુઓની પ્રાપ્તિ રહેલી છે. ધનની માંગણી કરવી એટલે લવણ સમુદ્રની પાસે મીઠાની માંગણી કરવા જેવું છે તું કુન્દની વાતોથી ઠગાયેલ છે. તેથી તું મારી પાસે આવી માંગણી કરે છે. તે મિથ્યાભાષિને કાંઈ જ મેં આપ્યું નથી, તે તે ફક્ત મેં જે વ્રતને ગ્રહણ કર્યું છે. તેના કારણને જાણે છે. દુર્મતિએ પૂછ્યું કે હે ભગવન ! આપના વ્રત ગ્રહણના કારણને તે કેવી રીતે જાણે છે?" ત્યારે સાધુએ વાતની શરૂઆત કરી.
અહીં કમલ નામે કંજુસ શિરોમણું એક ધનાઢ્ય હતે, એક દિવસ પિતાના વિમલ નામના પુત્રની સાથે એકાન્તમાં વાતચિત કરી કે, હે વત્સ ! લક્ષ્મી ચંચળ છે માટે તેના રક્ષણને ઉપાય કરીએ. ઘરમાં રાખેલી લક્ષ્મી રાજા તથા ચાર વિગેરેના ભયમાં રહેલી છે. માટે બહાર કોઈ જગાએ રાખવી જોઈએ.
આ પ્રમાણે વિચાર કરીને પુત્રની સાથે બીકનો માર્યો લક્ષ્મીના કુંભસહિત ચારે તરફ દૃષ્ટિને ફેરવતે રાત્રીના સ્મશાનમાં આવી પહોંચ્ય, ગુપ્ત સ્થાનમાં મોટો ખાડે.