________________
૧૦૫
ઘટના બની, તે ઘટના હે રત્નાવતી! તું સાંભળ! પોપટ બલ્ય, કે દેવનંદીને ધનદ નામે ધાર્મિક પુત્ર હતો, અને લેભનંદીને વરૂણ નામે પાપી પુત્ર હતું, સગવશાત બંનેની પરસ્પર અપૂર્વપ્રીતિ હતી, પરંતુ ગુણદેષમાં પરસ્પર જમીન આકાશ જેટલે ફેર હતો. છતાં એક બીજાના ગુણદોષની અસર એકબીજા ઉપર પડી નહોતી.
ધનદને પિતાના ગુણો અનુસાર “સુમતિ અને વરૂણને પિતાના દેશ અનુસાર” દુર્મતિ, નામે લેકે આળખવા લાગ્યા, અને બોલાવવા લાગ્યા, બંને જણાએ એકાંતમાં બેસી વિચાર કર્યો કે આપણે પિતાજીની સંપત્તિને ઉપગ કરવો નહી. વહેપાર કરીને પિસા કમાવવા જોઈએ, જે માનવીઓ પરદેશ જઈને ધન પ્રાપ્તિ કરતા નથી તેઓ કુવાના દેડકા જેવા છે. માટે આપણે ક ધન લઈને વિદેશમાં જઈ વહેપાર કરીએ, શુભ દિવસે બંને જણાએ પિતાની આજ્ઞા લઈ પરદેશ જવા પ્રસ્થાન કર્યું. લાટ, આદિ દેશમાં જઈને ઘણું દ્રવ્ય પ્રાપ્ત કર્યું.
થોડાક દિવસમાં પોતાના નગરમાં બંને જણા પાછા આવ્યા, નગરમાં પ્રવેશ વખતે “ગધેડી નો અવાજ સાંભળી અપશુકન થયા, ખિન્ન ચિત્ત નગરની બહાર વડના થડની પાસે બેઠા. બન્ને જણાએ પિતાના ધનને વહેંચી લેવાને વિચાર કર્યો. સંકટ સમયે કામમાં આવે તે માટે બંને જણાએ એકમત થઈ વડની પૂર્વ દિશામાં ખાડો ખોદી અધું ધન દાટયું અને નિશાની રૂપે તેની ઉપર પથ્થર