________________
ખુબ જ સુંદર મિત્રાચારી થઈ, મૂલદેવ દરજ નન્દના ઘેર આવતું, પરસ્પર ધનની લેવડદેવડ વધતી ગઈ, સાથે સાથે મિત્રાચારી પણ ખુબ જ વધી ગઈ
એક દિવસ મૂલદેવે નન્દને, અહીં આવી રહેવાનું કારણ પૂછ્યું. નન્દ તમામ હકીકત કહી સાંભળાવી, પોતાની સ્ત્રી જે સુંદરી છે. તેના ગુણેનું વર્ણન કર્યું. મૂલદેવે કહ્યું હે મૂઢ ! તારી સ્ત્રી વ્યભિચારિણું છે. તેણીએ કપટથી તને પ્રવાસ કરવા મોકલેલ છે. મૂલદેવની વાત સાંભળી કાનને બંધ કરી, નન્દ કહ્યું કે સુન્દરીની બાબતમાં આ પ્રમાણે બાલવાથી પાપના ભાગી બનશે, મૂલદેવે કહ્યું કે રાગી પુરૂષે દોષને પણ ગુણરૂપે જુએ છે. વળી કોઈને ઉપદેશ પણ માનતા નથી. આ એક સત્ય વસ્તુ છે. હે નન્દ! તું તારી આંખેથી તેને ચારિત્રને જોઈ વિશ્વાસ કરજે, હું તેનું ચારિત્ર તને અવશ્ય બતાવીશ, હું કોઈ પણ રીતે તારા માલના ભાવ વધી જાય, તે માર્ગ કાઢું છું. મારી સાથેની મિત્રતાનું ફલ આવું હશે.
તે મૂલદેવ ધૂર્ત, દિવ્ય શણગાર પહેરીને બે દીવા પિતાની પાસે રાખી યાત્રિક ગરૂડ ઉપર બેસીને રાત્રીએ નગરમાં પરિભ્રમણ કરવા લાગે. લોકે હાથ જોડી નમસ્કાર કરતા પૂછવા લાગ્યા, હે સ્વામિન ! આપ કૃપા કરીને આપને પરિચય આપશે, ત્યારે તે બોલ્યો કે હું આ નગરને ધનજય નામે યક્ષ છું, હું તમને લોકોને કાંઈક કહેવા માટે આવ્યો છું, તે તમે સર્વ સાંભળે.