________________
સર્ગ બીજે.
હવે મનુષ્ય તથા દેવ ભવના સંબંધથી પણ અધિક મનોહર એ જ ચન્દ્ર તથા શૂર બે સહેદર ભાઈઓની કથા કહેવાય છે.
જબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્યખંડમાં સ્વર્ગીયતુલ્ય સાધનથી સંપન્ન, લક્ષ્મીથી સમૃદ્ધ, કુરૂજગલ નામે દેશ છે. તેમાં પૃથ્વીના અલંકારરૂપ હસ્તિનું નામે નગર છે. જેની સમૃદ્ધિથી અંજાઈને ઈન્દ્રપુરી તથા ભેગવતી સ્વર્ગ અને પાતાલમાં ચાલી ગઈ, જ્યાં ચંદ્રકાંત મમય જેવા દેવમંદિરની પ્રભાથી અંજાઈને રાત્રીએ છૂપાયેલા ચંદ્રને ભૂલી, પિતાના પ્રિયતમને શોધવા માટે દેવમંદિરની આસપાસ રહિણી ભ્રમણ કરી રહી છે. જ્યાં સ્ત્રીઓના મણિ કુંડલવાળા કપલ મંડલમાં ઘર્ષણ ન થાય, કારણ કે તેમાં પ્રતિબિંબિત થયેલ ચંદ્રમાને જોઈ હરણ આકાશના ચંદ્રમા તરફ દૃષ્ટિપાત કરતો નથી. જિનમંદિરની ધ્વજાપતાકાઓ મતિની કાંતિના ઝરણા મંદાકિની (આકાશગંગા)ની શોભા આપે છે.
જ્યાં પ્રત્યેક ઘરમાં પરસ્પર કોઈપણ જાતના વિખવાદ વિના, સુખી, પરસ્પર પ્રીતી ધરાવનારા ધર્મ–અર્થ અને કામને સેવે છે, ત્યાં પિતના વૈભવથી કુબેરના વૈભવને તુચ્છકાર કરવાવાળે લલિતાંગ નામનો યુવાન છે, પુરૂ