________________
ન્તને રાજા શૂલરોગથી પીડાતું હતું, અનશન કરી મૃત્યુ પામી, દેવલેક ગયે, નગરજનોએ નગરને અનાથ જાણું પાટલીપુત્ર નરેશને અવન્તિ નગરી અર્પણ કરી, રાજાએ ચારે શ્રાવકોને બોલાવ્યા, અને તેમને પૂછી તેમના પિતાના સ્થાને નિયુક્ત કર્યા, ભંડારીએ રાજ્ય ભંડાર બતાવ્યું, પણ રાજાને ખાલી દેખા, શય્યા નિપુણે એવી શય્યા બનાવી કે સૂતેલો માનવી માંદા માણસની માફક પ્રતિમુહૂર્ત જાગી જતું હતું, પાકશાસ્ત્રીએ એવી રસોઈ બનાવી કે જેનાથી ખાધેલું અનાજ પચતું નહી. ચોથા અંગમર્દકે એવી રીતે તેલ પગમાં લગાડયું કે જેનાથી પગમાં ખૂબ જ બળવા લાગ્યું, અંતે એ ચારે શ્રાવકે એ સ્વામિ વિયેગમાં વ્રત ગ્રહણ કર્યા. કાગડાના જેવા કાળા રંગના તે રાજાનું નામ નગરજનોએ કાકજેઘ રાખ્યું.
" આ બાજુ પારક નગરમાં દુષ્કાળ પડવાથી રથકાર કેકાસ આજીવિકા માટે અવનિ આવ્યું, રાજાને પિતાનો પ્રભાવ બતાવવા માટે તે લાકડાના કબુતરેથી દરરોજ અનાજના કોઠારમાંથી ગન્ધશાળીના દાણા મંગાવી ભેગા કરતે, નોકરોની ફરીયાદથી રાજાએ કોકાસને આદર પૂર્વક બોલાવી સૂત્રધારાધિપ બનાવ્ય, હમેશાં કલા, ઉન્નતિને આપનારી હોય છે. કેકાણે રાજાને માટે લાકડામાંથી સુંદર ગરૂડ બનાવ્યો, તે ખીલીથી યુક્ત હોવાથી જીવંતની જેમ આકાશમાં ઉડતો હતો. - રાજા, રાણું અને કોકાસ ત્રણે જણા ગરૂડ ઉપર બેસી