________________
અનુચિત કાર્ય કર્યું છે. ધનશ્રેષ્ઠિની વિનંતિ છતાં તે બકુલની સાથે રત્નવતીના વિવાહ ન કર્યો, તે તે ઠીક નથી કર્યું, તારે પિતાને વિનંતિ કરીને તારી પુત્રી રત્નવતી તેને આપવી હતી, બકુલ મારે અવતાર છે. અને રત્નાવતી તારી કન્યા છે. આ બંનેના સંબંધને અસ્વીકાર કરીને તે એકદમ અનુચિત કર્યું છે. હજુ પણ કાંઈ બગડયું નથી.
. તું ધનની પાસે જઈ આગ્રહ કરીને પણ બકુલની સાથે રત્નાવતીના વિવાહ કર, મંદિરમાં બનેલી બિનાથી શરદેવ આશ્ચર્ય પામ્યો, ઘેર જઈને પોતાના ભાઈઓની સામે આ વાત મૂકી, તે બધાને સાથે લઈને ધનશ્રેષ્ટિને ઘેર જવા નીકળે, ધનશ્રેષ્ટિએ પ્રાતઃકાળમાં પોપટને લાવી પાંજરામાં મૂક, પોપટે બકુલ તથા શ્રેષ્ઠિને પોતાની પાસે બેલાવી બનેલી હકીકત કહી બતાવી. અને કહ્યું કે કાર્ય સિદ્ધ થયું સમજે, પરંતુ આ રહસ્યને કાયમ માટે ગુપ્ત રાખશે, નહીંતર રત્નતી ન કરવા જેવું કરી નાખશે, લેકમાં તમારે અપયશ થશે. સ્ત્રીઓની સામે તે કોઈ દિવસ રહસ્ય ખેલવું નહી. કેમકે સ્ત્રીઓ દ્વારા બહાર પડેલું રહસ્ય વિનાશને નોતરે છે. પોતાની પત્નિ દ્વારા રહસ્ય ખુલી જવાથી, કાકઘ રાજાને કષ્ટનો અનુભવ કરવું પડશે.
કંકણ દેશમાં સમુદ્રના કિનારે સોપારક નામે નગર છે. જેમ યાત્રિકોનો મેળે તીર્થમાં ભરાય છે. તેમ