________________
હકીકત જણાવી દીધી. શેઠે ફરીથી પુત્રને સમજાવ્યું અને દુઃખ લગાડવાનું કેઈ આવશ્યક કારણ નથી, તે પ્રમાણે શેઠે બકુલને કહ્યું.
બકુલે ઉઠીને ભેજન કર્યું, ભેજન પછી બધુજનેને લઈ ધનશ્રેષ્ટિ શૂદેવ સાર્થવાહને ત્યાં ગયે, શરદેવે શ્રેષ્ઠિનો સત્કાર કર્યો, ત્યારે ધનશ્રેષ્ટિએ આદરપૂર્વક કહ્યું કે હે સાર્થવાહ ! આપણા બંનેના સંબંધે પ્રથમથી જ ઘણા. સારા છે. પરંતુ હવે તે સંબંધને આપણે વધારે મજબુત બનાવીએ, બકુલ મારો પુત્ર છે. અને રત્નવતી આપની પુત્રી છે. સ્ના અને ચંદ્રમા સમાન બંનેનો સમાગમ થાય તેમ મારી ભાવના છે, સાર્થવાહે કહ્યું કે દરેક બાબતમાં આપણે સમાન છીએ એટલે તમારી વાત ઠીક છે. પણ ! વિધમને મારી પુત્રી ન આપવી તેવી મારી પ્રતિજ્ઞા છે. આપ શ્રાવક છે, હું ભગવાન સૂર્યદેવને ઉપાસક છું, સમાન ધર્મવાળાઓને માટે વિવાહ સંબંધ સુખદ હોય છે. જ્યારે ધર્મની ભિન્નતા વિવાહ સંબંધમાં ભિન્નતા રખાવે છે.
દેવની વાત સાંભળી ધનશ્રેષ્ટિ ખિન્ન વદને પોતાના ઘેર પાછા આવ્યા, બકુલની પણ સ્થિતિ વિષમ બની ગઈ, ધન, ધનવતી, બધુજન વિગેરે ફરીથી ઉદ્વિગ્ન બન્યા, ઘરના બધાની આવી સ્થિતિ જોઈને પોપટ (નાસિકય) બોલ્ય. હે ભાઈ! આજે ઘરના બધાની હાલત ચિન્તાતુર