________________
૮૯
ગયો, બાહુ પસારીને પોતાની પાસે બેલાવી કારણ પૂછયું. ત્યારે પદ્મથીએ હસ્તિદન્ત મહેલ બનાવવાનું કહ્યું. શ્રેષ્ટિએ જણાવ્યું કે આ કાર્ય રાજઆજ્ઞા વિરૂદ્ધનું છે. પરંતુ પદ્મશ્રીએ જવાબ આપ્યો કે આ કાર્ય રાજઆજ્ઞા વિરૂદ્ધનું છે. - ત્યારે પદ્મશ્રી બેલી. મારી પ્રતિજ્ઞા ભયંકર પ્રલય આવે તો પણ બદલાશે નહીં. એટલામાં દઢમિત્ર પણ ત્યાં આવ્યો, અને પદ્મશ્રીને ખૂબખૂબ સમજાવી, પણ તેણીએ પિતાની જીદ ન છોડી, દઢમિત્રે ધનમિત્રને કહ્યું કે પદ્મશ્રી પિતાની ઈચ્છા પૂર્ણ નહી થાય તો અવશ્ય મરશે. તેણીના વિના તારું જીવન મૃત્યુ જેવું છે, અને તારા વિના મારા પણ એ જ હાલ છે. આ પ્રકારે અનર્થની પરંપરા ઉભી કરવી તેના કરતાં ગુપ્તતાથી આ કાર્ય કરવું જોઈએ. હું જંગલમાં જાઉં છું. ભલે પાસેથી હાથી દાંતની ખરીદી કરું છું અને ગુપ્તતાથી અહીં મેકલવાની વ્યવસ્થા કરું છું. જે દ્વારા તમારું કાર્ય સિદ્ધ થાય, ધનમિત્રને પિતાના મિત્રની વાત પસંદ પડી, અને સ્વીકારી. '
દઢમિત્ર જંગલમાં ગયો, ભલે પાસેથી હાથીદાંત ખરીદ કરી. ભીલની સહાયતાથી હાથીદાંતને મજબુત બાંધી બળદગાડામાં નાખી, એતરફથી ઘાસ ભરી શહેરમાં લાવ્યો. કઈ અશુભ સંયોગે એક બળદે ઘાસમાં પિતાનું મૂખ નાખી ઘાસ ખેંચ્યું. ઘાસના ખેંચવાથી હાથીદાંતને એક ટુકડો નીચે પડ્યો. કેટવાલે હાથીદાંત જોયો, બધા ગાડા તપાસતાં ઘણે હાથીદાંત પ્રાપ્ત થયો, કેટવાલે દઢમિત્રને