________________
આતાની પર પરાથી જ્વલન ઘેરાઈ ગયા, રડતાં બાળકોને પણ જોઈ શકતા નહાતા, આશ્વાસન પણ કેવી રીતે
આપી શકે.
આવું જીવન જીવવુ· મારા માટે ચેાગ્ય નથી, પાણીમાં પડીને મરી જવું વધારે સારૂ છે. આવા વિચારા જવલન કરવા લાગ્યા, દરેક પુત્રીને તેલસેતિકા આપીને પેાતે શુદ્રકને સાથે લઈ ને દક્ષિણ દીશામાં વિન્ધ્યાચલ તરફ ચાલી નીકળ્યેા, ચાલતાં ચાલતાં રાજપુરનગરની નજદીકમાં એક વૃક્ષની છાયામાં વિશ્રામ કરવા બેઠા, તેને નગરમાંથી નન્દનવનમાં ઘણા નાગરિકોને જતાં જોયા, જવલનના પૂછવાથી ખબર પડી કે તીકૃત, અનેક ગુણાથી યુકત, એવા સુપ્રસિદ્ધ ધમ ધેાષસૂરિ નામના સદ્ગુરૂ મિરાજમાન છે, મેાક્ષના સાધક, નિષ્પરિગ્રહી એવા આચાય મહારાજને જોઈ પરિગ્રહથી લજ્જા પામેલા સપ્તષિ આએ પોતાનું સ્થાન આકાશમાં નિશ્ચિત બનાવ્યું. ચાર જ્ઞાનથી યુક્ત આચાર્ય ભગવંતને વંદના કરવા માટે જનસમુદાયને જતા જોઈ કૌતુકથી જ્વલનપણ ત્યાં ગયા. ત્યાં દુઃખાગ્નિને શાંત કરવાવાળી મેઘસમાન દેશનાનુ શ્રવણ કર્યું.. આચાય ભગવંત પાસે જઈ ને બેઠા.
આચાય મહારાજે પૂછ્યુ કે તમા કેણુ છે ? તમારા મૂખની પ્રસન્નતાથી લાગે છે કે તમેા કાઈ ભવ્યાત્મા લાગે છે, જ્વલને પેાતાનેા તમામ વૃત્તાંત કહી સ་