________________
વતી કેધપૂર્ણ લાલ નેત્ર કરીને વિહુવલ બની, ચતુરિકાને કહ્યું કે હે સખિ? આ મારે શત્રુ છે. જો હું તેને સ્વયં મારીશ તો તેના શરીરે ડી પીડા થશે. માટે તું તેને ખેતવનમાં લઈ જઈને મૂકી આવ, કે જેથી તે ભૂખ અને તરસથી પીડાઈને મરી જશે, કાગડા શિયાલથી ભક્ષિત બને, અથવા તેને બળદ ગાડાના જવા આવવાના રસ્તા ઉપર મૂકી આવ કે જેથી ગાડાના પિડાની નીચે કચડાઈને મરે, તેના શરીરના કચડાવાના ચિત્કારને જે અવાજ થાય તેને શાંતિથી સાંભળજે.
આ પ્રમાણે લીલાવતીએ ચતુરિકાને આજ્ઞા કરી, પુત્રને પેટીમાં મૂકીને ફરીથી બેલી, ચતુરિકા આને લઈ જાવ અને કેઈને પણ ખબર ન પડે તેવી રીતે બધુ કામ કરીને સત્વર પાછી આવજે, ચતુરિકા માથા ઉપર પેટી લઈને જેવી ચાલી નીકળી કે તરતજ લલિતાગે આવીને પૂછયું હે ચતુરિકા? આ શું છે? ત્યારે ચતુરિકાએ કહ્યું કે આપને બતાવવાનું નથી. ભાગ્યયોગે પેટીમાં બાળક ૨ડયું. લલિતાગે પેટી લઈ ખોલી તો તેમાં બાળકને જોઈ ક્રોધમાં ધમધમતા લલિતાગે કહ્યું પાપી? આ શું! ત્યારે ચતુરિકા બેલી તેના ભાગ્યથી અથવા આપની પ્રાણપ્રિયાને પૂછો, લલિતાંગ કાશિલ બન્યું. અને એકાન્તમાં ચતુરિકાને પૂછ્યું ત્યારે ચતુરિકાએ સૌગાદ આપી, લલિતાંગને બધી વાત કરી, લલિતાગે કહ્યું કે આમાં લીલાવતીને દેષ નથી પણ પૂર્વ જન્મના વેરને દેષ છે. આ બાળક અને