________________
કદાચ દુષ્ટ હોઈ શકે છે. પણ માતા દુષ્ટ હોઈ શકતી નથી. મુનિશ્વરે કહ્યું કે પૂર્વ ભવમાં કરેલા શુભાશુભ કર્મોનું પરિણામ છે. તેના વિપાકથી જીવ સુખ અને દુઃખને અનુભવ કરે છે. જગતના તમામ પ્રાણીઓ કેઈ ઉપર પ્રેમ તે કેઈ ઉપર છેષ કરે છે. તેમાં પૂર્વ જન્મના કરેલા ઉપકાર અથવા અપકાર કારણભૂત રહેલા છે. •
જેને જેવાથી પ્રેમ વધે છે અને ક્રોધ ઓછો થાય છે તેને પૂર્વ ભવને બંધુ જાણો, જેને જેવાથી ક્રોધ વધે છે અને પ્રેમનો ક્ષય થાય છે. એને પૂર્વભવને વેરી સમજ જોઈએ, જે કાંઈ વર્તમાનમાં સુખદુઃખ કે રાગ દ્વષ અનુભવીએ છીએ તે બધા પૂર્વે કરેલા કર્મોને વિપાક છે. બીજાએ તે કેવળ નિમિત્ત માત્ર બને છે. આ બંને પૂર્વ ભવમાં સગા ભાઈઓ હતા, અને લીલાવતી ચક્કલંડા નામે ભયંકર સાંપણ હતી.
મટાએ તેની રક્ષા કરી, અને નાનાભાઈએ ગાડાના પિડા નીચે કચરી નાખી, માટે એકના પ્રત્યે પ્રેમ અને બીજાના પ્રત્યે દ્વેષ થયે તેનું મૂખ્ય કારણ આ છે. લીલાવતીએ ગંગદત્તને જીવથી મારી ન નાખે, તેનું કારણ પણ એજ છે કે ગંગદત્તના જીવે પૂર્વભવમાં સાંપણને દ્વેષથી નહી પણ કૌતુકથી મારી હતી, એટલે તેને કર્મમંદ હતું, તીવ્રતર નહોતે, જીવમાત્રની ગતિ, કર્મ પરિણામ તથા પુદ્ગલેના આવર્તને કહેવામાં તીર્થકર પરમાત્મા સિવાય બીજા કેઈ સમર્થ નથી. કૃપા, ધર્મનું