________________
ગઈ અને દિવસ ના બન ગયે. જાણે કે સ્ત્રીઓએ પુરૂષો પર વિજય પ્રાપ્તિ કરી. સમયને આધીન પ્રતાપી પુરૂષ પણ શું કરી શકે ?
કેમકે સૂર્યના પ્રબળ પ્રભાવમાં પણ હિમવર્ષાથી પક્વીની સ્ત્રીઓની ખરાબ દુર્દશા થઈ, રાતના સમયે હીમાલયના ઠંડા પવનના સુસવાટાથી ગરીબ માણસો દાંત કચકચાવવા લાગ્યા, જાણે કે દંત વીણાવાદન થવા લાગ્યું, બીજે દીવસે ઠંડીને સખ્ત સુસવાટાથી કંટાળીને લલિતાંગ શ્રેષ્ઠિ બીજા લેકની સાથે સૂર્યની આતાપના લેવા માટે મહેલની અગાશી ઉપર બેઠા, નજીક રહેલા સરોવરને જોઈને શ્રેષ્ઠિ બોલી ઉઠયો, કેઈપણ માણસ આ સરોવરમાં કઠ સુધી પાણીમાં જઈને રાતભર રહી શકે છે? - ચંદને કહ્યું શેઠ! જે રહે તેને શું મલશે, લલિતાગે સંકેચરહિતપણે કહ્યું. એક લાખ સોનૈયા, આજે રાતના હું સરોવરમાં રહીશ, એવી પ્રતિજ્ઞા કરીને ચંદન ગયે. અને બે નિર્ધનતા કેટલી વિચિત્ર છે સવાર થતાંની સાથે ચંદને આવી લાખ સેનૈયાની માંગણી કરી, નહી આપવાની ઈચ્છાથી બીજા (લલિતાગે) એ કહ્યું. આમાં સાક્ષી કોણ છે, બોલે ! ચંદને કહ્યું કે મારું શરીર સાક્ષી છે. લલિતાગે કહ્યું કે એક પ્રહર પણ સરોવરમાં રહેવાથી તમારા જેવું શરીર બની શકે છે. મારા પહેરેગીરે તમને જોયા નથી, કારણકે તેઓ નહોતા, તે પછી તમારે વિશ્વાસ કોણ કરે!