________________
પ૭
છે, હું તેની પ્રાણ પ્રિય વિશ્વાસપાત્ર સખી છું. અનુક્રમે તેને યૌવનાવસ્થા પ્રાપ્ત થઈ.
- એક દીવસ હું તેના ઘેર ગઈ ત્યારે તે દુખિત રૂદયે લાંબા શ્વાસોશ્વાસ લેતી પથારી ઉપર પડી હતી, મેં તેને આવી સ્થિતિનું કારણ પૂછયું, ત્યારે તેણીએ કહ્યું કે હે ચતુરિકા ! તારાથી કેઈપણ વસ્તુ, વાત છુપાવવી યોગ્ય નથી. માટે હું તને કહું તે સાંભળ, રાતના અંત ભાગમાં મને સ્વપ્નામાં લાગ્યું કે હું કોઈ મોટા નગરમાં ગઈ છું; કૌતુકથી ત્યાંના કામકેલીવનની સમાન ઉદ્યાનમાં જઈને નંદનવન વાટિકામાં કીડા કરતા ઈન્દ્ર સમાન મધુર આકૃતિવાળા. “હે કાશ્યપ કુલભૂષણ આપની જય હો.”
હે ગજપુર શ્રેષ્ટિ ! શ્રેષ્ટિ ! લલિતાંગ ! તમારૂં કલ્યાણ થાવ:.
આ પ્રમાણે યુવાનોના પરિવારવાળા એક યુવાનને સ્તુતિ કરાવે છે, તેણે સાત્વિક તથા સ્થાયિ ભાવથી મને આલિંગન આપ્યું. અને હું કામદેવના બાણથી વિધાઈ ગઈ. તે પુરૂષને આજે પણ મારી સામે જોઉં છું ત્યારે તે પુરૂષ વિશ્વમાં શ્રેષ્ઠ અને હું તેમનામાં જ તન્મય બનું છું; આથી વધારે શું કહેવું? સ્વપ્નની વાતમાં કદાચ સજજનને મારા ઉપર વિશ્વાસ ન આવે તે પણ મારે તે અગ્નિમાં બળવું અથવા તેની સાથે લગ્ન કરવાં, તેજ નિશ્ચિત છે.